BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લામાં ૪૦ જેટલી 108 એમ્બ્યુલન્સો દિવાળીના તહેવારોમાં ઈમરજન્સીને પહોંચી વળવા માટે સજ્જ…….

સમીર પટેલ, ભરૂચ

ગુજરાત દિવાળીના ઉત્સવની ધામધૂમથી ઉજવણી માટે તૈયાર છે. આ પ્રસંગે 108 ઈમરજન્સી સેવા તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. દિવાળીનો તહેવાર આનંદ, એકતા અને નવું વર્ષ આરંભ નું પ્રતીક છે. દિવાળીના તહેવારનો ઉમંગ ત્રણ મુખ્ય દિવસો પર કેન્દ્રિત છે જેમાં દિવાળી, ગુજરાતી નવુ વર્ષ અને ભાઈ બીજ. અગાઉના વર્ષોના વલણોને આધારે આ તહેવાર દરમિયાન આપતકાલીન બનાવોમાં વધારો થવાની શક્યતા છે. જેથી આ ઉજવણીના મહત્વને માન આપીને 108 ઈમરજન્સી સેવા સજ્જ અને ખડે પગે છે.

જો ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે દિવાળી પર ૫૧૯૯ (સામાન્ય દિવસોની સરખામણીએ ૭.૭૭ ટકા વધારે), નવા વર્ષના દિવસે ૫૭૦૪ (સામાન્ય દિવસોની સરખામણીએ ૧૮.૨૪ ટકા વધારે) અને ભાઈ બીજ પર ૫૪૦૮ (સામાન્ય દિવસોની સરખામણીએ ૧૨.૧૧ ટકા વધારે) આકસ્મિતાઓની આગાહી કરવામાં આવે છે. જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ ૪૮૨૪ ઈમરજન્સી નોંધાય છે.

જેમાં મુખ્યત્વે રોડ અકસ્માત, શારીરિક હુમલાઓ, પડી જવાના કેસો અને દાઝવાના જેવા કેસોનો સમાવેશ થાય છે.

જો ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય દિવસોમાં આશરે *૧૦૪* જેટલા કેસો નોંધાતા હોય છે જે દિવાળી તહેવાર નિમિત્તે *દિવાળીના રોજ લગભગ ૧૩૨ જેટલા કેસો એટલે કે ૨૬.૯૨ % જેટલા વધારો,* *નવા વર્ષના દિવસે ૧૩૩ જેટલા કેસો એટલે કે ૨૭.૮૮% જેટલો વધારો* તથા *ભાઈબીજના દિવસે ૧૨૫ જેટલા કેશો એટલે કે ૨૦.૧૯% જેટલો કેસોમાં વધારો* નોંધાય એવું અનુમાન કરવામાં આવે છે.

ભરૂચ જિલ્લામાં કુલ ૪૦ જેટલી 108 એમ્બ્યુલન્સની ટીમના આશરે ૧૩૦ જેટલા કમૅચારીઓ ઇમરજન્સી કોલ વોલ્યુમના આ સંભવિત વધારાની પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ સાથે એમ્બ્યુલન્સની અંદર દવાનો વધારાનો જથ્થો પણ ફાળવી દેવામાં આવ્યો છે અને વધારાના કર્મચારીઓને પણ જે તે સ્થળે, જે તે હોસ્પિટલમાં મૂકવામાં આવશે કે જેથી કરી એમ્બ્યુલન્સને તરત જ હોસ્પિટલમાંથી રિલીઝ કરી બીજી ઈમરજન્સી માટે મોકલી શકાય.

તહેવારો આનંદ અને એકતા નું પ્રતીક છે, પરંતુ તે સાથે જવાબદારી અને સાવચેતી પણ જરૂર છે. કૃપા કરીને વાહન ચલાવતી વખતે, ફટાકડા ફોડતી વખતે અને તહેવારોમાં ભોજન લેતી વખતે સાવધ રહો થોડું ધ્યાન આપો તો અનેક અનિચ્છિનીય ઇમર્જન્સીને ટાળી શકાય છે. તેમ છતાં જો કોઈ પરિસ્થિતિ સર્જાય તો તરત જ 108 નંબર પર સંપર્ક કરીને કોઈપણ નાગરિક 24*7 તાત્કાલિક મદદ મેળવી શકે છે.

 

Back to top button
error: Content is protected !!