AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે છૂટો છવાયો વરસાદ:-ખેડૂતોની ચિંતામાં વધારો અને વાતાવરણમાં ઠંડક..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાતનાં પર્વતીય અને આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં છેલ્લા સતત ત્રણ દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં વિવિધ વિસ્તારો જેવા કે આહવા,વઘઈ, સુબીર અને ગિરિમથક સાપુતારા સહિતના ગામડાઓમાં ગાજવીજ અને પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા.એક તરફ આ વરસાદને કારણે વાતાવરણમાં ખુશનુમા ઠંડક પ્રસરી ગઈ છે અને ડાંગની લીલીછમ વનરાઈ વધુ સુંદર બની છે, તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.વરસાદના આ સતત ત્રીજા દિવસના વિરામ વગરના ઝાપટાએ ખાસ કરીને આદિવાસી ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન પહોંચેતેમ છે. ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થવાની ભીંતી સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની સ્થિતિ ‘જાયે તો કહા જાયે’ જેવી બની છે.  કુદરતનું આ ઋતુચક્ર આદિવાસી ખેડૂતો માટે બેવડી મુશ્કેલી લઈને આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નદીઓના કેચમેન્ટ એરિયામાં આવેલા ધોધ અને ઝરણાં સોળે કળાએ ખીલી ઉઠ્યા છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ખેતીવાડીને થયેલા નુકસાનને કારણે ખેડૂત પરિવારોમાં ગમગીની છવાઈ ગઈ છે..

Back to top button
error: Content is protected !!