THARADVAV-THARAD
થરાદ ખાતે દિવાળી તહેવારોમાં કાયદો વ્યવસ્થા જાળવવા ફ્લેગ માર્ચ:
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ
- વાવ-થરાદ જિલ્લા પોલીસે દિવાળીના તહેવારો પૂર્વે થરાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા માટે ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું.આ જી પેટ્રોલિંગમાં એસપી સહિત ઉચ્ચ કક્ષાનાઅધિકારીઓ પણ જોડાયા હતા. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.તહેવારો દરમિયાન બનતા ગુનાઓને ડામવા અને અસામાજિક તત્વો પર નજર રાખવા માટે પોલીસ સંપૂર્ણપણે સજ્જ હોવાનું જણાવાયું હતું.આ પ્રસંગે પોલીસે જાહેર જનતાને અપીલ કરી હતી કે, તહેવાર દરમિયાન કોઈ અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. સરકારે શરૂ કરેલી 112 હેલ્પલાઈન સેવાનો પણ લાભ લેવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ દરમિયાન પોલીસે શહેરીજનોને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પોલીસ તંત્ર દ્વારા તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.