શ્રી ધાન્ધાર પ્રજાપતિ 42 ગોળ સમાજના નેજા હેઠળ 42 ગોળ વેલ્ફર ટ્રસ્ટ દ્વારા આયોજિત બિઝનેસ એક્સ્પો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઇનામ આયોજન કરાયું હતું.
19 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી ધાન્યધાર પ્રજાપતિ પ્રગતિ મંડળ, શ્રી ધાન્ધાર પ્રજાપતિ 42 ગોળ સમાજના નેજા હેઠળ 42 ગોળ વેલ્ફર ટ્રસ્ટ દ્વારા આયોજિત બિઝનેસ એક્સ્પો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ તારીખ 16 /10/ 2025 અને 17/ 10/ 2025 એમ બે દિવસનો ત્રિસ્તરીય કાર્યક્રમ પ્રજાપતિ છાત્રાલય ધનિયાણા ચોકડી પાલનપુર મુકામે યોજાયેલ. આ સમગ્ર કાર્યક્રમમાં વડીલોના અનુભવ પ્રેરણાથી વેલ્ફર ટ્રસ્ટના તમામ પ્રતિનિધિ શ્રીઓની ખૂબ જ મહેનત અને લગનના કારણે સુંદર આયોજન થયું તારીખ 16/ 10 /2025 ને ગુરૂવારના રોજ સવારે 180 સમાજમાં સૌ પ્રથમવાર બિઝનેસ એક્સ્પો કરવામાં આવ્યો જેમાં સમાજના જુદા જુદા પ્રકારના 15 સ્ટોલ બનાવવામાં આવ્યા હતા જેમાં જુદા જુદા પ્રકારના ધંધાઓની માહિતી સમાજના લોકોને મળી રહે તે માટે આ સુંદર આયોજન થયું હતું જેમાં બે દિવસમાં 4000 જેટલા સમાજના લોકોએ તમામ સ્ટોલની મુલાકાત કરી હતી. જેનું સંચાલન મનીષભાઈ અને ભરતભાઈ મંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું તારીખ 16/ 10 /2025 ને ગુરુવાર સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના દીકરા દીકરીઓ દ્વારા સમાજની પરંપરાને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરી હતી સાથે સાથે સમાજમાં પ્રવર્તમાન સમયની અંદર ઉદભવતા પ્રશ્નો અંગે દીકરા દીકરીઓ દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા કલા ક્ષેત્રની શક્તિઓનું નિદર્શન સમાજના 2000 લોકોએ નિહાળી હતું આ કાર્યક્રમમાં જીગરભાઈ અને ગિરીશભાઈ દ્વારા સરસ રીતે બાળકોને તૈયાર કર્યા હતા. તારીખ 17-10-2025 ને શુક્રવાર ના રોજ 42 ગોળ સમાજના દીકરા દીકરીઓએ શિક્ષણ ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં સમાજના 800 થી વધારે બાળકોને ઇનામ આપવામાં આવ્યા તે સિવાય વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ યુવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે સમાજમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે સમાજના લોકોને આહવાન કરવામાં આવ્યું તથા સાંસ્કૃતિક સંસ્કૃતિનું જતન કરવા અને વર્તમાન સમયને અનુરૂપ સમાજ તૈયાર થાય તે માટે નો આ સુંદર પ્રયાસ કરવામાં આવ્યું આ સિવાય સમાજમાં ધંધાદારી વ્યક્તિઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ નું સંચાલન કનુભાઈ ,પ્રવિણભાઇ અને જસવંતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સુંદર બનાવવા માટે વેલ્ફ ટ્રસ્ટ ની ટીમના 100 કાર્યકર્તાઓએ ખૂબ જ કઠિન મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં 42 ગોળ પ્રગતિ મંડળના પ્રમુખશ્રી દીપકભાઈ પી. પ્રજાપતિ લક્ષ્મીપુરા, ન્યાય સમિતિના પ્રમુખશ્રી નાનજીભાઈ પી. પ્રજાપતિ માણકા તેમજ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખશ્રી કાંતિભાઈ એમ. પ્રજાપતિ ભાગળ, તથા વેલ્ફર ટ્રસ્ટના સયોજકશ્રી મહેશભાઈ એસ. પ્રજાપતિ ઘોડીયાલસર્વે સમાજના વડીલો, યુવાનભાઈઓ – બહેનો અને વેલ્ફર ટ્રસ્ટ ના તમામ કાર્યકર્તાઓ નો આભાર માને છે.