વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ચીખલી તાલુકાના તેજલાવ,બારોલિયા,ગોલવડ,તલાવચોરા વગેરે ગામોમાં ચક્રવાતે સર્જેલી તારાજીની અસરમાંથી હજુ ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો બહાર નીકળી નથી શક્યા.ત્યારે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા,ધનસુખભાઇ ઝવેરભાઈ,ડો.નિરવ પટેલ,વકીલ કેયુર પટેલ જેવા અનેક આગેવાનો દ્વારા લોકફાળાથી સતત મદદરૂપ થવાના પ્રયાસો ચાલુ રહ્યા છે.તેજલાવ ગામમાં પતરાની વહેંચણી વખતે ઉપસ્થિત નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલે અનેક ઘરોની મુલાકાત લઇ ચક્રવાતના આટલા દિવસો પછી નુકસાનપીડિત પરિવારોની હાલત વિશે જાણકારી મેળવવાની કોશિષ કરી હતી.તેમાં તેજલાવ ગામમાં 3 વિધવા વૃદ્વ મહિલાઓના સરકારી ગાળાને વ્યાપક નુકસાન થયેલ જોવા મળ્યું હતું.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે સમસ્ત આદિવાસી સમાજ તરફથી ગરીબ પીડિત પરિવારો દિવાળીના પાવન પર્વની ઉજવણી સારી રીતે ખુશીઓથી કરી શકે તે માટે અનાજ-કરિયાણું-પતરા વગેરેની ખુબ મોટી સંખ્યામાં વહેંચણી કરી અને લોકોનું દુઃખ વહેંચવા માટે પ્રયત્નશીલ છે.અમારે હાલમાં તેજલાવ તલાવચોરા ગામમાં અનેક ઘરોની મુલાકાત લેવાની થઇ.ત્યારે સીતાબેન અને કલાવતીબેન જેવા અનેક વડીલોના ઘરોની હાલત ખુબ જ દયનિય જોવા મળી.એંગલો પણ વાંકી વળી ગયેલી હોય ગમે ત્યારે ઘર તૂટી પડે તો વડીલોની જિંદગીને જોખમ ઉભું થાય એવી પરિસ્થિતિ ઉભી થયેલ છે.સરકારે નામમાત્રની નાનકડી સહાય પૂરી પાડી છે તેનાથી પરિવારોની હાલત કફોડી બની છે.સદભાગ્યે સમસ્ત આદિવાસી સમાજ જેવી અનેક સેવાભાવી સંસ્થાઓએ પોતાનું ઉત્તરદાયિત્વ સમજી પોતાના પ્રદેશવાસીઓને નાત-જાત-ધર્મ-સંપ્રદાય જોયા વગર મદદરૂપ બની છે.વલસાડના સેવાભાવી મુકેશભાઈ પટેલ જેમની માતૃશ્રીનું દુઃખદ અવસાન થવા છતાં ઉમેશભાઈ મોગરાવાડી અને એમની ટીમ,હિતેશ વાંઝણાં,તુષારભાઈ ગણદેવા સહિત અનેક નામી-અનામિ યુવાનો પીડિત પરિવારોને સ્થાનિક યુવાનો કલ્પેશભાઈ,કલુભાઈ,આકાશભાઈ વગેરે સાથે મળી પતરા ફિટ કરી આપવા અને વલસાડના વકીલ કેયુર પટેલ 3 આખા નવા ઘર બનાવી આપવા સતત મહેનત કરી રહ્યા છે ત્યારે નવનિયુક્ત મંત્રીમંડળે પણ ઉજાણીનો ખર્ચ સેવાકાર્યોમાં વાપરી લોકોના આંસુ લુછવામાં પ્રયત્નશીલ બનવું જોઈએ એવી પ્રબળ લોકલાગણીઓ છે તે દિશામાં ધ્યાન આપવું જોઈએ.