GUJARATKHERGAMNAVSARI

ખેરગામ:ભારત ની સંસ્કૃતિ મા યુવાનો નો આદર્શ હનુમાનજી મહારાજ છે” :- પ્રફુલભાઇ શુક્લ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

“જગદંબાધામ” દેસાઈ વાડ પૂજ્ય પ્રફુલભાઇ શુક્લ ના સાનિધ્ય મા પ્રતિવર્ષ અનુસાર કાળી ચૌદસ ના પાવન દિવસે 108 હનુમાન ચાલીસા તેમજ 108 પાન ના બીડા નો હવન કરવામાં આવ્યો હતો. જેમા મોટી સંખ્યા મા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ચેતનભાઈ નાયક (અમલસાડ),કુસુમબેન રમણભાઈ પટેલ (બિનવાડા),કીર્તિભાઇ પંચાલ (કિલ્લા પારડ),લીલાબેન પટેલ (અટગામ), નંદલાલભાઈ પટેલ (કિલ્લા પારડી), નિલેશભાઈ પટેલ (આછવણી), મનુભાઈ પટેલ (આછવણી) દ્વારા યજ્ઞ મા આહુતિ આપવામાં આવી હતી. કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ આશીર્વાદ આપતા કહ્યુ હતુ કે ” ભારત ની સંસ્કૃતિ મા યુવાનો નો આદર્શ હનુમાનજી મહારાજ છે” સમર્પિત જીવન ના આચાર્ય હનુમાનજી છે.કશ્યપ ભાઈ જાની, કથાકાર શ્રી નરેશભાઈ રામા નંદી, અંકુરભાઈ શુક્લ, આદર્શ જાની, ચેતનભાઈ જાની (વલસાડ), વેદાંત શુક્લ દ્વારા હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવ્યો હતો.યજ્ઞ કાર્ય ને સફળ બનાવવા માટે બિપીનભાઈ પટેલ (ભૈરવી), પ્રતીક પટેલ (આછવણી) દ્વારા વિશેષ વ્યવસ્થા અને સેવા આપવામાં આવી હતી.કિશન દવે અને આયુષ જાની દ્વારા કાગ ભુસુન્ડી રામાયણ નો પાઠ કરવામાં આવ્યો હતો.અંત મા બીડું હોમી તેમજ આરતી ઉતારી સમગ્ર સત્કર્મ હનુમાનજી મહારાજ ના ચરણો મા અર્પણ કરવામાં આવ્યું હતુ.

Back to top button
error: Content is protected !!