GUJARATHIMATNAGARSABARKANTHA
ખેડબ્રહ્મા વાવ ખાતે દિવાળીની પૂર્વસંધ્યાએ વારસાની ઉજાસમાં દીપમાળાનો દિવ્ય ઉત્સવ યોજાયો*

સાબરકાંઠા જિલ્લામાં દિવાળી પર્વની પૂર્વસંધ્યાએ ખેડબ્રહ્માના પ્રાચીન જળ સ્થાપત્ય “વાવ” ખાતે વહીવટી તંત્ર, નગરપાલિકા તથા અતુલ્ય વારસો, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ પ્રાંત અધિકારીશ્રી નિમેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં દીપમાળાનો દિવ્ય ઉત્સવ યોજાયો હતો.
ઐતિહાસિક વારસાને જાળવી રાખી, સ્વચ્છતા અને સાંસ્કૃતિક સંવેદનાને જોડવાના હેતુ સાથે કાર્યક્રમ પૂર્વે વાવની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.તેમજ સાંજે વાવને દીવડાઓથી ઝગમગાવી મહાઆરતી યોજાતાં સમગ્ર પરિસર દિવ્ય પ્રકાશથી ઝળહળતું બની ગયું હતું.
આ પ્રસંગે વિવિધ પદાધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રી તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
મેહુલ પટેલ
સાબરકાંઠા
***









