GUJARATMORBIMORBI CITY / TALUKO

BHUJ:સરહદ ના સંત્રીઓ સાથે દિપાવલી પર્વની ઉજવણી કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા

 

BHUJ:સરહદ ના સંત્રીઓ સાથે દિપાવલી પર્વની ઉજવણી કરતાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા

 

 

દિપાવલી – નુતન વર્ષના પર્વ નિમિતે BSF હેડ ક્વાર્ટર – કોડકી રોડ – ભુજ મધ્યે જવાનો નું મીઠું મોઢું કરાવી તેમને ૮૦૦ થી વધુ મીઠાઇ ના બોક્સ આપી શુભેચ્છા પાઠવી હતી. સાંસદશ્રી છેલ્લા ૧૨ વર્ષ થી દરેક મોટા પ્રસંગોએ કચ્છની વિવિધ બોર્ડર પર જઇ આપણા સરહદના સંત્રીઓ સાથે મળી લાગણી ભાવનાઓ ની આપ લે કરે છે.

દેશના વિવિધ પ્રાંતો માંથી પોતાના વતન પરિવાર થી દૂર માં ભોમની રક્ષા માટે સરહદે તૈનાત રહે છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી જેવી રીતે દર તહેવારોએ તેમની વચ્ચે તેમની સાથે દેશની સરહદે, દુર્ગમ વિસ્તારો માં હાજરી આપી શુભેચ્છા પાઠવે છે. તેમની આ ભાવનાઓ માંથી પ્રેરણારૂપ સાંસદશ્રી વિનોદભાઇ પણ અચુક અવિરત જવાનો સાથે સંપર્ક માં રહે છે. તેમણે આજે BSF હેડ ક્વાર્ટર ૮૦૦ થી વધારે મીઠાઇ ના બોક્ષ તેમજ રાપર તાલુકાનાં કુડા બોર્ડર ચેક ઉપર ૨૦૦ મીઠાઇ બોક્ષ મોકલાવ્યા હતા.

આ પ્રસંગે BSF ડી.આઈ.જી. શ્રી વાય.એસ. રાઠોડ કમાન્ડર શ્રી સુરેન્દ્રસિંહ, ઈન્સ્પેકટર શ્રી અજયલાલ, શ્રી રાકેશસિંગ, સબ ઈન્સ્પેકટર સુરેન્દ્રકુમાર, હેડ કોન્સટેબલ હરમીતસીંગ, કોન્સટેબલ હાશીલઉર રહેમાન તેમજ મહિલા કોન્સ્ટેબલો ની ઉપસ્થિતિ માં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહજી, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઇ વરચંદ, સર્વશ્રી દિલીપભાઇ દેશમુખ, ભુજ નગરપાલિકા ઉપાધ્યક્ષ રશ્મિબેન સોલંકી, નરેશભાઇ મહેશ્વરી, મોહન ચાવડા, અશોક હાથી, કમલ ગઢવી, જયેશ ઠક્કર, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, પ્રફુલસિંહ જાડેજા, માવજીભાઇ મહેશ્વરી, હિતેશભાઇ ગોસ્વામી, ચેતન ઠક્કર, વીજુબેન રબારી, મનીષાબેન સોલંકી, દીપકભાઈ ડાંગર, દીપક સિજુ વિગેરે લોકોએ હાજરી આપી હતી.

Back to top button
error: Content is protected !!