ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: ગામડાઓમાં આજે પણ મેરાયુ પ્રગટાવવાની પ્રાચીન પરંપરા યથાવત,દિવાળી તહેવારની મેરાયુ પ્રગટાવી ઉજવણી કરાઈ

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: ગામડાઓમાં આજે પણ મેરાયુ પ્રગટાવવાની પ્રાચીન પરંપરા યથાવત,દિવાળી તહેવારની મેરાયુ પ્રગટાવી ઉજવણી કરાઈ

દિવાળી પર્વ એટલે હિન્દુ ધર્મના નવા વર્ષની શુભ શરૂઆત દિવાળી તહેવાર થી શરૂ થાય છે જેમા દિવાળી તહેવાર નિમિતે વિવિધ જગ્યાએ ધાર્મિક સ્થાનો તેમજ વિવિધ જગ્યાએ રોશની થી સમગ્ર જગ્યાઓ ઝગમગી ઉઠી છે અને તહેવાર ની ઉજવણી થઈ રહી છે

પ્રાચીન પરંપરા મુજબ ગામડાઓ માં આજે પણ દિવાળી તહેવારની ઉજવણી મેરાયુ પ્રગટાવી કરવામાં આવે છે જેમા દૂધી (તુમરુ) જેમાં લાકડા સાથે સુતરાઉ કપડાંની દિવેટ બનાવી મેરાયુ તૈયાર કરવામાં આવે છે. અને ગામડાઓમાં નાના બાળકો થી લઈ સૌ કોઈ મોટા લોકો મેરાયુ લઈ ઘી તેમજ તેલ પૂરતા હોય છે અને ઉજવણી કરતા હોય છે.

બીજી તરફ એ પણ એક માન્યતા રહેલી છે કે જેના ઘરે દીકરો અથવા દીકરીનો જન્મ થયો હોય ત્યારે પહેલી દિવાળી તરીકે પહેલું મેરાયુ નું વિશેષ મહત્વ રહેલુ છે જેમા ટોપરાની કાછલી સાથે શેરડીના ટુકડા ને લગાવી સુતરાઉ કાપડની દિવેટ બનાવી મેરાયુ પ્રગટાવી ગામડાઓમાં ઘરે ઘરે ઘી પૂરવાનું અનેરું મહત્વ રહેવું છે જેમા જેનું પહેલું મેરાયુ હોય તેમાં ઘી પુરાવામાં આવે છે અને મેરાયુ પ્રગટાવી ગામડાઓમાં ઉજવણી કરવામાં આવે છે જે આજે પણ દિવાળી તહેવારની ઉજવણી પ્રાચીન સમયથી જે પ્રમાણે ઉજવવામાં આવે છે તે પ્રથા આજે પણ અકબંધ જોવા મળી રહી છે અને ઉજવણી કરવામાં આવી રહી છે

Back to top button
error: Content is protected !!