
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
માલપુર પોલીસે ભુકાકુતરી ગામે ખેતરમાંથી કિ.રૂ.3,01,048/- ના દારૂ સાથે 1 આરોપીને દબોચ્યો
માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભુકાકુતરી ગામે ખેતરમાં વિદેશી દારૂની કૂલ બોટલો/બિયર ટીન નંગ-1654/- જેની કિ.રૂ.3,01,048/- તથા એકટીવા ગાડી નંગ.1 જેની કી.રૂ.50,000/- તથા મોબાઇલ નંગ.1 જેની કિ.રૂ.5000- એમ કુલ મળી કિ.રૂ.3,56,048/-નો પ્રોહી મુદ્દામાલ ઝડપાયો
માલપુર પોલીસ સ્ટેશનના પી આઈ કે.આર.દરજી માગૅદશૅન હેઠળ દિવાળીના તહેવાર અનુસંધાને સઘન વાહન ચેકિંગ તથા પ્રોહિબિશન કેશો શોધી કાઢવા સારૂ પોલીસ સ્ટાફના માણસોને સમજ કરેલ હોઇ અને અંતર્ગત એ.એસ.આઇ.અનિલકુમાર નટવરભાઇ ને બાતમી હકીકત મળેલ કે ભુકાકુતરી ગામે ખુલ્લા ખેતરમાં દારૂ ઉતારવામાં આવેલ છે.જે બાતમી આધારે માલપુર પોલીસના માણસો સાથે સદર જગ્યાએ પ્રોહી રેડ કરતા ખેતરમાં કવાટરીયા તથા બિયર કુલ નંગ.1654/- જેની કુલ કી.રૂ.3,01,048/-તથા નો પ્રોહી મુદ્દામાલ તથા એકટીવા ગાડી નં.GJ.07.EL.9731 ની કિ.રૂ.50,000/- તથા આઇટેલ કંપનીનો મોબાઇલ જેની કિ.રૂ.5000/- નો મળી એમ કુલ કિ.રૂ.3,56,048/-નો મુદામાલ સાથે 1 આરોપીને માલપુર પોલિસે ઝડપી પાડ્યો હતો
પકડાયેલ આરોપી
(૧) રાયમલભાઇ તરાર ઉ.વ.૪૫ રહે.ભુકાકુતરી તા.માલપુર જી.અરવલ્લી
(૨).વોન્ટેડ આરોપી.
મહેશભાઇ ઝાલાભાઇ ખાંટ રહે.ભુકાકુતરી તા.માલપુર જી.અરવલ્લી





