ARAVALLIGUJARATMODASA

શામળાજી તાલુકાના રંગપુર ગામે આજે પણ સ્મશાને જવા રસ્તાનો અભાવ : કેડસમા વાંઘાના પાણીમાંથી પસાર થવા મજબુર ડાઘુઓ.!! નેતાઓ આ જગ્યાએ વિકાસ કેવો છે…? વિડિઓ વાયરલ

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

શામળાજી તાલુકાના રંગપુર ગામે આજે પણ સ્મશાને જવા રસ્તાનો અભાવ : કેડસમા વાંઘાના પાણીમાંથી પસાર થવા મજબુર ડાઘુઓ.!! નેતાઓ આ જગ્યાએ વિકાસ કેવો છે…? વિડિઓ વાયરલ

શામળાજી તાલુકાના રંગપુર ગામમાં આજે પણ વિકાસના અભાવની હકીકત સામે આવી છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સ્થાનિક નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.તાજેતરમાં ગામની એક મહિલાનું લાંબી માંદગી બાદ અવસાન થયું હતું, પરંતુ મુશ્કેલી તો તેના બાદ શરૂ થઈ. રંગપુર ગામમાં સ્મશાન સુધી પહોંચવા માટે કોઈ સચોટ રસ્તો નથી. ગ્રામજનોને વાંઘા (પાણીના પ્રવાહ)માંથી પસાર થઈને જ સ્મશાન સુધી પહોંચવું પડ્યું હતું.હાલમાં સ્મશાન સુધીનો રસ્તો કાચો છે અને વાંઘા પર કોઈ પુલની વ્યવસ્થા નથી. જેના કારણે અંતિમવિધિ માટે જતા ડાઘુઓને પાણીમાં થઈને જવું પડ્યું — જે દૃશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

સ્થાનિક ગ્રામજનો જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસ માટે કરોડો રૂપિયાનું ફાળવણી થતું હોવા છતાં પણ ગામની આ જેવી મુળભૂત જરૂરિયાતો પૂરી થતી નથી. વરસાદના દિવસોમાં તો આ વાંઘા પરનું પાણી વધી જતાં સ્મશાન સુધી પહોંચવું અશક્ય બને છે.ગામના લોકોએ તાલુકા પંચાયત તથા જિલ્લા તંત્રને વિનંતી કરી છે કે રંગપુર ગામના સ્મશાન માર્ગ પર આવતા વાંઘા પર તાત્કાલિક પુલનું નિર્માણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈને આ પ્રકારની મુશ્કેલી ન વેઠવી પડે.સ્થાનિકોએ આશા વ્યક્ત કરી છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈ ગામના આ દુખદાયક પ્રશ્નનો નિકાલ કરશે.

Back to top button
error: Content is protected !!