વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી જિલ્લામાં સમસ્ત આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલના નેતૃત્વમાં, દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેરગામ, ચીખલી અને વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં એકલા રહેતા વયોવૃદ્ધો અને દિવ્યાંગો સાથે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે ડો. નિરવ પટેલ સાથે વલસાડ-ખેરગામ-ચીખલીના આગેવાનો મુકેશ પટેલ, દલપત પટેલ, તિલક પટેલ, કીર્તિ પટેલ, મનહર પટેલ, દિપક પટેલ, ભાવેશ, ભાવિન, સવિતાબેન, કાર્તિક, કેયુર, પથિક, કેતન, કમલ, દેવેન્દ્ર, મિલન, પ્રિતેશ, મયુર અને દિવ્યેશ ઉપસ્થિત રહ્યા હતાં.ટીમ દ્વારા 25થી વધુ પરિવારોને અનાજ અને કરિયાણાની કીટ આપવામાં આવી હતી તથા 1000થી વધુ પરિવારોને મીઠાઈઓની ભેંટ આપી દિવાળીનો આનંદ વહેંચાયો હતો.મીડિયા સાથેની વાતચીતમાં મુકેશ પટેલ અને દલપત પટેલે જણાવ્યું કે,> “અમે માત્ર શુભેચ્છા મુલાકાતો જ નથી લેતા, પરંતુ ડો. નિરવભાઈ સાથે મળીને અમારી આર્થિક ક્ષમતાઓ મુજબ જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. વહેંચેલી મીઠાઈ અને અનાજથી અનેક પરિવારોના ચહેરા પર આનંદ જોવા મળ્યો. ગરીબ માતાઓના આશીર્વાદ અમને દર વર્ષે વધુ પ્રેરણા આપે છે.”આ પ્રકારની માનવતાભરી પ્રવૃત્તિઓ દ્વારા સમસ્ત આદિવાસી સમાજે દિવાળીનો સાચો અર્થ – ખુશીઓ વહેંચવાનો – ઉજાગર કર્યો હતો.