બોડેલીમાં જલારામ મંદિરના શૌચાલય પર સરકારી તખ્તી લગાવતાં ખડખોડ — ટ્રસ્ટ મૂંઝવણમાં

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી-હાલોલ રોડ પર આવેલ લોહાણા સમાજના જલારામ મંદિર સંસ્થાનમાં સ્વખર્ચે બનાવવામાં આવેલા શૌચાલય પર તંત્ર દ્વારા સરકારી ગ્રાન્ટની તખ્તી લગાવાતા ચકચાર મચી ગઈ છે.
માહિતી મુજબ, મંદિર ટ્રસ્ટના દાતાઓના ફંડથી બનેલા આ શૌચાલય પર “15મું નાણાં પંચ તથા 10% જિલ્લા કક્ષા ગ્રાન્ટ વર્ષ 2020-21 હેઠળ નિર્માણ” એવી સરકારી તખ્તી લગાવવામાં આવી છે. હકીકતમાં આ શૌચાલય મંદિર ટ્રસ્ટની ખાનગી મિલકતમાં આવેલું છે અને તેનો કોઈ સરકારી ખર્ચ લાગુ પડતો નથી.
આથી, ટ્રસ્ટીઓએ આ કૃત્યને ભેજાબાદ અને ખોટી રજૂઆત ગણાવી તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે — “મંદિર ટ્રસ્ટ પરિસરમાં બનેલા ખાનગી શૌચાલય પર સરકારી નાણા ખર્ચ્યાનો દાવો કરનાર છે કોણ?”
આ મામલે જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખે તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા પંચાયત પાસે તપાસની માંગણી કરી છે, જેથી સત્ય બહાર આવે અને જવાબદાર સામે કાર્યવાહી થાય.
તોસીફ ખત્રી, બોડેલી



