
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ડૉ. જેતલ પંચાલને પીએચ.ડી. માર્ગદર્શક તરીકે માન્યતા
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ સત્તાવાર જાહેરનામા મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડ ગામના વતની અને હાલ સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત એમ. બી. પટેલ કોલેજ ઑફ એજ્યુકેશન ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર (ગણિત પદ્ધતિશાસ્ત્ર) તરીકે ફરજ બજાવતા ડૉ. જેતલ પંચાલને શિક્ષણશાસ્ત્ર (Education) વિષયમાં પીએચ.ડી. માર્ગદર્શક (Ph.D. Guide) તરીકે માન્યતા આપવામાં આવી છે. માનનીય કુલપતિ ના અનુમોદન સાથે યુનિવર્સિટીની સંબંધિત સમિતિએ આ ભલામણને મંજૂરી આપી છે. આ માન્યતા સાથે ડૉ. જેતલ પંચાલ હવે શિક્ષણશાસ્ત્ર ક્ષેત્રના સંશોધકોને પીએચ.ડી. સંશોધન કાર્યમાં માર્ગદર્શન આપી શકશે. ડૉ. પંચાલ શિક્ષણશાસ્ત્ર ક્ષેત્રમાં છેલ્લા અનેક વર્ષોથી શિક્ષણશાસ્ત્રી તરીકે સક્રિય છે અને શિક્ષણશાસ્ત્ર ક્ષેત્રના નૂતન પ્રવાહો સંબંધિત સંશોધનોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. તેમની આ સિદ્ધિ દ્વારા તેમણે અરવલ્લી જિલ્લાના શિક્ષણનું ગૌરવ વધાર્યું છે.




