
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ઇસરી બારા પંચાલ સમાજ સેવા મંડળ ઇસરી ધ્વારા સ્નેહમિલન અને તેજસ્વી વિધાર્થીઓ નો સન્માન સમારોહ ખાખરીયા ગામે યોજાયો
ઇસરી બારા પંચાલ સમાજ સેવા મંડળ ઇસરી ધ્વારા દર વર્ષની જેમ નવીન વર્ષના પ્રારંભ તેજસ્વી વિધાર્થીઓ નો સન્માન સમારોહ તેમજ સ્નેહમિલન કાર્યક્રમ ખાખરીયા ગામ મુકામે યોજાઈ ગયો
સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી વિશ્વકર્માની આરતી સાથે કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આમંત્રિત મહિમાનોને ફૂલગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.તેજસ્વી વિધાર્થીઓ કે જેઓ વિવિધ અભ્યાસ ક્ષેત્રે ઉચ્ચ ટકાવારી મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને શિલ્ડ તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઇસરી બારા પંચાલ સમાજમાં સમાવિષ્ટ વિવિધ ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ પંચાલ મગનભાઈ મોતીભાઇ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો હતો. સાથે કાર્યક્રમમાં દાન આપનાર તેમજ કાર્યક્રમમાં જે કોઈ જોડાયેલા લોકોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો અને ભોજન વ્યવસ્થા સાથે સુંદર સ્નેહમિલન તેમજ તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાઈ ગયો. ઇસરી બારા પંચાલ સમાજના પ્રમુખ, સહિત શિક્ષણ સમિતિના પ્રમુખ તેમજ મંત્રી સહિત કારોબારી ના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.







