BODELICHHOTA UDAIPURGUJARATJETPUR PAVIKAVANTNASAVADISANKHEDA
ડભોઈ-બોડેલી સેક્શન પર ટ્રેનો દોડશે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે


પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ દ્વારા ડભોઈ-બોડેલી રેલવે સેક્શન પર ટ્રેનોની મહત્તમ ગતિ 75 કિમી પ્રતિ કલાકથી વધારીને 110 કિમી પ્રતિ કલાક કરવામાં આવી છે. ગતિમાં થયેલા આ વધારો બાદ મુસાફરોને વધુ ઝડપથી અને સમયસર ટ્રેન સેવા ઉપલબ્ધ થશે.
રેલ્વે તંત્ર દ્વારા નાગરિકો અને મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગેરકાયદેસર રીતે રેલવે લાઈન ન ઓળંગે અને તમામ સલામતી નિયમોનું પાલન કરે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર




