BANASKANTHAGUJARAT

હારીજમાં શ્રી વાંસા પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન અને વિધાર્થી સન્માન સમારોહ યોજયો.

હારીજ ખાતે જલારામ પાર્ટી પ્લોટમાં શ્રી વાંસા પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૦૨૫ પ્રમુખ નાનજીભાઈ,

હારીજમાં શ્રી વાંસા પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન અને વિધાર્થી સન્માન સમારોહ યોજયો.

હારીજ ખાતે જલારામ પાર્ટી પ્લોટમાં શ્રી વાંસા પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૦૨૫ પ્રમુખ નાનજીભાઈ,મંત્રી હસમુખભાઈ, સહમંત્રી શીવાભાઈ, ઉપ પ્રમુખ જયંતીભાઈ,શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ ના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,શ્રી સમાલ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ વીરચંદભાઈ પ્રજાપતિ સરિયદ,શ્રીવઢીયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના પ્રમુખ બચુભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બારગોળ સુરતના મંત્રી દિનેશભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા ગુર્જર વઢીયાર ગોળ પ્રજાપતિ સમાજના પૂર્વપ્રમુખ પુનાભાઈ પ્રજાપતિ,અણદાભાઈ પ્રજાપતિ થરા,મંજીભાઈ પ્રજાપતિ પાટણ ની ઉપસ્થિતિમાં આજરોજ તા.૨૬/૧૦/૨૦૨૫ ને રવિવવાર ના રોજ સવારે કાર્યક્રમ યોજાયો હતો.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી બાળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત બાદ શ્રી ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળા પાટણના આચાર્ય હરજીભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી શાલના દાતા સ્વ.મણીબેન છગનભાઈ પ્રજાપતિ પરિવાર અસાલડી ના પ્રજાપતિ દિનેશભાઈ દલપતભાઈ ના હસ્તે પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી દાતાઓ તેમજ મહેમાનોનું સન્માન કર્યું હતું.પ્રજાપતિ મેશ્વા ઉમેદભાઈ વાંસા માસ્ટર ઓફ બિઝનેશ એડમિનિસ્ટ્રેસન,પ્રજાપતિ સુમિતિ સાંકળચંદ કાતરા ધો.-૯, પ્રજાપતિ જયકુમાર ભરતભાઈ એકલવા ધો.૮ સહીત દરેક વિધાર્થીઓએ સ્પીચ આપતાં સભામંડપ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. ધોરણ ૧ થી ૧૨,કોલેજ તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક/જુનિયર ક્લાર્ક સચિવાલય/એચ.સી.પોસ્ટ મેન/હેલ્થ વર્કર/મહિલા લોકરક્ષક/કંડકટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહીત ૪૧૩ થી વધુ તેજસ્વી તારલાઓને સમાજના વડીલોએ ઈનામ સહીત રોકડ રકમ આપી પ્રોત્સાહન કરેલ. ભોજન પ્રસાદ પ્રજાપતિ ઉર્મિલાબેન દિનેશભાઈ સાંકરા, મંડપ સાઉન્ડના દાતા સ્વ. ગંગાબેન રામાભાઈ પ્રજાપતિ ભલાણા,જયારે આમંત્રણ પત્રિકા નો લાભ રમેશભાઈ એન. પ્રજાપતિ પાટણે લીધો હતો. ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે શ્રી વાંસા પરગણા પ્રજાપતિ સમાજ માંથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ.સ્ટેજ સંચાલન ભરતભાઈ એકલવા,ભરતભાઈ ભલાણા જયારે આભાર વિધિ પ્રજાપતિ જયંતીભાઈ ચાબખાવાળાએ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!