AMRELIRAJULA

રાજુલાના બારપટોળી ખાતે શ્રી આહીર એજ્યુકેશન સમિતિ દ્વારા ભવ્ય વિદ્યાર્થી સત્કાર સમારંભ યોજાયો.

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલાના બારપટોળી ખાતે શ્રી આહીર એજ્યુકેશન સમિતિ દ્વારા ભવ્ય વિદ્યાર્થી સત્કાર સમારંભ યોજાયો.
રાજુલા તાલુકાના બારપટોળી ગામે શ્રી આહીર એજ્યુકેશન સમિતિ દ્વારા વર્ષ 2025 ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વર્ષ 2025 નવ નિયુક્ત સરકારી નોકરીયાતો તેમજ ડોક્ટરો માટે ચતુર્થ સત્કાર સમારંભ તેમજ સ્નેહમિલનનું આયોજન

તા.24/10/2025 ને શૂક્રવારના રોજ કરવામાં આવ્યુ હતુ.
આ સન્માન સમારોહમાં 304 જેટલા વિદ્યાર્થીઓ અને 14 જેટલા નવ નિયુક્ત વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ સન્માન સમારોહમાં ભોજન સમારંભના દાતાશ્રી તરીકે શ્રી શિવાભાઈ વિજાણંદભાઈ વાઘ, મંડપના દાતાશ્રી તરીકે શ્રી બાવભાઈ ટપુભાઈ વાઘ, વિદ્યાર્થીઓને શિલ્ડના દાતાશ્રી તરીકે શ્રી ભગવાનભાઈ વીરાભાઈ લાખણોત્રા, વિશિષ્ટ ઈનામના દાતાશ્રી તરીકે શ્રી હરસુરભાઈ રાણીંગભાઈ વાઘ, આમંત્રણ પત્રિકાના દાતાશ્રી તરીકે શ્રી હમીરભાઈ ભીખાભાઈ વણજર, વિદ્યાર્થીઓને પેનના દાતાશ્રી તરીકે શ્રી કથડભાઈ વીરાભાઈ લાખણોત્રા,સાઉન્ડના દાતાશ્રી તરીકે શ્રી મેરુભાઈ ભીખાભાઈ રામ અને શ્રી દર્શનભાઈ આતાભાઈ વાવડીયા,ચા પાણીના દાતાશ્રી તરીકે શ્રી હમીરભાઈ વાજસુરભાઈ પટાટ અને શ્રી લખમણભાઈ આતાભાઈ વીંછી, બેનર અને ફોટોગ્રાફીના દાતાશ્રી તરીકે કે.જી.સ્ટુડીયો એન્ડ ફ્લેક્ષ લેબ રાજુલા તેમજ છુટક ખર્ચના દાતાશ્રી તરીકે શ્રી મુળુભાઈ ભીખાભાઈ વાઘ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પ.પુ.રાજેન્દ્રદાસ બાપુ તેમજ પ.પુ.શ્રી બીજલ ભગત દ્વારા આશિર્વચન આપવામાં આવ્યાં હતાં.આ ઉપરાંત આ કાર્યક્રમમાં સમાજના સૌ આગેવાનો દ્વારા તેજ્સ્વી વિદ્યાર્થીઓ અને વ્યક્તિ વિશેષ નું સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે શ્રી આહીર એજ્યુકેશન સમિતિ દ્વારા સૌ સંતશ્રીઓ, સૌ દાતાશ્રીઓ,સમાજના આગેવાનો,બારપટોળી ગામના સૌ યુવાનો અને વડીલો તેમજ દરેક ગામના એજ્યુકેશન સમિતિના પ્રતિનિધીઓનો આભાર માનવામાં આવ્યો હતો.
વર્ષ 2026 માં પાંચમો સન્માન સમારોહ આવતી દિવાળી પછી કારતક સુદ ત્રીજના દિવસે નિંગાળા 1 ગામે આયોજીત થશે એમ શ્રી આહીર એજ્યુકેશન સમિતિ રાજુલા દ્વારા જણાવવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!