THARADVAV-THARAD

વાવ-થરાદ જિલ્લામાં પત્રકારો અને પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની અધ્યક્ષસ્થાને યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની અધ્યક્ષસ્થાને એક અનોખો અને પ્રેરણાદાયી “પત્રકાર-પોલીસ સ્નેહમિલન કાર્યક્રમ” યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિયોદર, ભાભર, વાવ, થરાદ અને સુઈગામ તાલુકાના તમામ પત્રકાર ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમ દરમિયાન સીનિયર પત્રકારોએ પત્રકારત્વ અને સોશિયલ મીડિયા વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે રજૂ કર્યો, તેમજ સાચા પત્રકારની ભૂમિકા અને જવાબદારી પર પ્રકાશ પાડ્યો હતો.

 

પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ તમામ પત્રકારોની નામાવલી લઈને દરેક તાલુકા મુજબ નોંધણી શરૂ કરવાની જાહેરાત કરી, જેથી “સાચા પત્રકારોની ઓળખ અને સંકલન માટે એક સત્તાવાર ગ્રુપ” રચી શકાય. તેમણે જણાવ્યું હતું કે,

 

અમારો હે તો પોલીસ અને પ્રતિકાર વચ્ચે સંકલન વધારવાનો છે પત્રકારો મેદાનમાં કાર્ય કરે છે એવી માહિતી હોય છે જે પોલીસ સુધી સમયસર પહોંચે તો નિકાલ સરળ બને છે

 

 

 

કાર્યક્રમ દરમિયાન થરાદના અમુક પત્રકારોએ રાજસ્થાન તરફ જતી મુખ્ય કેનાલ પાસે અનેક દુર્ઘટના ઓના મુદ્દાને ઉઠાવ્યો હતો અને ત્યાં એક પોલીસ ચોકી સ્થાપવા માટે વિનંતી કરી હતી, જેથી દુર્ઘટનાઓમાં ઘટાડો થાય અને સુરક્ષા વધે.

 

આ સ્નેહ મિલનના કાર્યક્રમ દરમિયાન હાજર રહેલ અધિકારી વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એસ એમ ભારાહી, નાયબ પોલીસ અધિક્ષક એસ એમ વારોતરીયા તેમજ થરાદ પોલીસ સ્ટેશનના પીઆઇ એટી પટેલ કાર્યક્રમનું સંચાલન કરનાર પીએસઆઈ એ જી રબારી રીડર પીએસઆઈ એસ કે દરજી તેમજ અન્ય પોલીસ કર્મીઓ હાજર રહી આ કાર્યક્રમને સુશોભિત કર્યો હતો

Back to top button
error: Content is protected !!