MORBI:મોરબીના નેહરૂ ગેઈટ ચોક ખાતે ત્રણ વર્ષનું બાળક છૂટા પડતાં – પોલીસની ચાકચિકીથી સલામત માતા-પિતાને સોપાયું!

MORBI:મોરબીના નેહરૂ ગેઈટ ચોક ખાતે ત્રણ વર્ષનું બાળક છૂટા પડતાં – પોલીસની ચાકચિકીથી સલામત માતા-પિતાને સોપાયું!
(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી શહેરના નેહરૂ ગેઈટ ચોક વિસ્તારમાં ત્રણ વર્ષનું નાનકડું બાળક માતા-પિતાથી છૂટા પડતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટના જાણી તાત્કાલિક મોરબી પોલીસ તંત્રને મળતા કાર્યવાહી હાથ ધરી હતી.
ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરા તેમજ ટી.આર.બી.ના જવાન ફારુકભાઈ સુમરા, મેહુલભાઈ અને નીતિનભાઈએ દયાભાવ અને ફરજ પ્રત્યેની લાગણી સાથે ભારે જેહેમત બાદ બાળકને શોધી કાઢ્યું.
બાળકની ઓળખ કાર્તિક પ્રિન્સભાઈ ચૌહાણ, મૂળ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના, હાલ રામાપીરના મંદિર પાસે મોરબી-૨ ખાતે રહે છે,પોલીસની સંવેદનશીલતા અને માનવતાભરેલી કામગીરી જોઈ લોકોએ દિલથી પ્રશંસા કરી હતી.સ્થાનિક નાગરિકોએ પોલીસ જવાનને “વાહ ભાઈ, ખરેખર આપ લોકો સમાજના સાચા રક્ષક છો!” કહી બિરદાવ્યા હતા.આ ઘટનાએ ફરી એક વાર સાબિત કર્યું કે મોરબી પોલીસ માત્ર કાયદાની રક્ષા જ નહીં, પરંતુ માનવતાની પણ સાચી સેવા આપે છે.










