GUJARATJUNAGADHKESHOD

અજાબ ને આંગણે આજે એક ભગિરથ સેવા યજ્ઞ નો શુભારંભ,બિમાર ગૌવંશ સારવાર કેન્દ્ર પશુ પક્ષી પ્રાણી ઓ માટે અધતન સુવિધા સભર હોસ્પિટલ નિર્માણ હેતુ અર્પણ કરવામાં આવશે

અજાબ ને આંગણે આજે એક ભગિરથ સેવા યજ્ઞ નો શુભારંભ,બિમાર ગૌવંશ સારવાર કેન્દ્ર પશુ પક્ષી પ્રાણી ઓ માટે અધતન સુવિધા સભર હોસ્પિટલ નિર્માણ હેતુ અર્પણ કરવામાં આવશે

કેશોદ ના અજાબ શેરગઢ રોડ પર આવેલા સુબા પરિવાર ના સુરાપુરા શ્રી ગોપાલ બાપા ની વાડી ના નામ થી ઓડખાતી જગ્યા શ્રી બિપીનભાઈ સુબા ની જમીન આશરે નવ દશ વિઘા કિમતી ખેતી ની જમીન આજ રોજ આ ખેતી ની જમીન જીવદયા ના કાર્ય માટે ભુમી દાન સાથે રૂ બે લાખ એકાવન હજાર રોકડા નું દાન કરી ને આ જગ્યા ઉપર જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ ખાતે બિમાર ગૌવંશ સારવાર કેન્દ્ર પશુ પક્ષી પ્રાણી ઓ માટે અધતન સુવિધા સભર હોસ્પિટલ નિર્માણ હેતુ અર્પણ કરવામાં આવી છે અને તે કાર્ય નું ભુમી પુજન મેંદરડા ખાખી મઢી મહંત શ્રી સુખરામ દાસ બાપુ ગુરૂ શ્રી રામ કિશોર દાસ બાપુ ના વરદ હસ્તે રાખવામાં આવેલ આ પ્રસંગે હિરાભાઇ જોટવા તરફથી એક લાખ અગિયાર હજાર ના દાન ની જાહેરાત કરેલ તેમજ મુબંઈ ના પ્રવિણચંદ્ર સુબા તરફથી રૂપિયા એક લાખ અગિયાર હજાર ના દાન ની જાહેરાત કરેલ હોય તેમજ જૈન મુનિ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ પારસધામ ભવનાથ જૂનાગઢ તરફથી રૂપિયા 11,11,111
(અગિયાર લાખ અગિયાર હજાર એક સો અગિયાર) જેવી માતબર રકમ નું દાન અર્પણ કરવામાં આવ્યું છે આમ નામી અનામી દાતા શ્રી ઓ દ્વારા સહયોગી બની સહકાર આપવા માટે અને આ વિસ્તારમાં પશુ પક્ષી પ્રાણી ઓ બિમાર ગૌવંશ ને સુવિધા સભર સારવાર માટે હોસ્પિટલ ગૌશાળા ગૌવંશ સંવર્ધન ની સારી પ્રવૃત્તિ ને વેગ મળશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક તરિકે લશ્કરી સાહેબ તથા અજાબ ગ્રામ પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી અભય વ્યાસ દ્વારા કરવામાં આવેલ આભાર વિધિ સરપંચ શ્રી મગનભાઈ અધેરા એ કરેલ હતી વિશાળ સંખ્યામાં અજાબ શેરગઢ અને આજુ બાજુ ના ગામડે થી પધારેલ ગૌભકતો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!