
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં અણધાર્યા વરસાદ થી પાકો ને ભારે નુકશાન.કોંગ્રેસ દ્વારા રાહત પેકેજ જાહેર કરવા માંગ
અરવલ્લી જિલ્લામાં આજે રાતથી સતત વરસાદી માહોલ જામતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં મગફળી, સોયાબીન, અડદ સહિતના પાકો પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે.આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે,અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઈ પટેલે સરકાર પાસે તાત્કાલિક માંગણી કરી છે કે પાકનું તાત્કાલિક સર્વે કાર્ય હાથ ધરવામાં આવે.ખેડૂતોને યોગ્ય પાક વળતર અને સહાય રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે.જિલ્લા પ્રશાસન દ્વારા નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવે.કોંગ્રેસ હંમેશા ખેડૂતોના હિતમાં લડી છે અને લડતી રહેશે.જો સરકાર તાત્કાલિક પગલાં નહીં લે તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આંદોલન હાથ ધરવામાં આવશે.





