રાધનપુરમા શ્રી રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજનું પ્રથમ સ્નેહ મિલન યોજાયું.
નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલય રાધાનપુરના પટાંગણ મા

રાધનપુરમા શ્રી રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજનું પ્રથમ સ્નેહ મિલન યોજાયું.
નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલય રાધાનપુરના પટાંગણ મા શ્રી રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજનો પ્રથમ સ્નેહ મિલન સમારોહ ૨૬/૧૦/૨૦૨૫ ના રોજ સવારે પ્રમુખ પાંચાભાઈ ધરવડી,મંત્રી દેવરામભાઈ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ,ત્રિભોવનભાઈ સરકારપુરા,મણિલાલ બંધવડ, શાંતિલાલ ઓઝા,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળના મંત્રી નથુભાઈ રોઈટા,લક્ષ્મણભાઈ રાધનપુર (એલ.કે.), ડી.ડી.પ્રજાપતિ બંધવડ,ભરતભાઈ કમાલપુરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.નવા વર્ષની શુભકામનાઓ સાથે રૂઢિચુસ્ત રિવાજો દૂર કરવા,બીજા સમાજ માં દીકરીઓ લગ્ન કરે ત્યારે પરત લાવવા કોઈ એક થતા નથી અને બીજા સમાજની છોકરી આપણા સમાજમાં આવે ત્યારે લોકો એકસામટા ચડી બેસે છે.લગ્નમાં ખોટા ખર્ચા દૂર કરવા વગેરે વગેરે બાબતોની ચર્ચાઓ કરવામાં આવી હતી તેમ ત્રિભોવનભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું.ત્યારે સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ ભાઈઓ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.આભાર વિધિ મંત્રી દેવરામભાઈ વાવડીયા એ કર્યા બાદ બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




