GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: હેલ્પલાઇન નંબર ૧૯૩૦, ૧૧૨, ૧૦૯૮, ૧૮૧ની આકર્ષક રંગોળી બનાવી જાગૃતિ સંદેશો આપતી ૧૮૧ અભયમ ટીમ

તા.27/10/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot: દિવાળીના પ્રકાશ પર્વ નિમિત્તે નાગરિકો પણ સરકારશ્રીની વિવિધ હેલ્પલાઈન અંગે જાગૃત બંને તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. દિવાળીના પર્વ પર રંગોળી કરીને લોકો પોતાના ઘર આંગણાને રંગમય બનાવે છે. ત્યારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમની મહિલાઓએ રેસકોર્સ સ્થિત મહિલા પોલીસ સ્ટેશન ખાતે રંગોળીના માધ્યમથી લોકોને જાગૃતિ સંદેશ પાઠવ્યો હતો.

કેસરી, સફેદ, લીલો, કાળો, બ્લુ, લાલ સહિતના રંગોનો ઉપયોગ કરીને બહેનોએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, ૧૯૩૦ સાયબર હેલ્પલાઇન, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન, ૧૧૨ જન રક્ષક હેલ્પલાઈન સહિત મહિલા પોલીસ સ્ટેશન વિશેની આકર્ષક રંગોળી બનાવી મહિલાઓની સુરક્ષા અને સલામતીનો શુભ સંદેશો પાઠવી દિવાળી પર્વ અને નૂતન વર્ષની મંગલ કામનાઓ કરી હતી.

Back to top button
error: Content is protected !!