BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકામાં બે સ્થળેથી અજગરનો સુરક્ષિત રેસ્ક્યુ — સેવ એનિમલ ટીમની સરાહનીય કામગીરી

 

ઝઘડિયા તાલુકામાં બે સ્થળેથી અજગરનો સુરક્ષિત રેસ્ક્યુ — સેવ એનિમલ ટીમની સરાહનીય કામગીરી

ઝઘડિયા તાલુકાના બે વિસ્તારોમાં અજગરનો સફળ રેસ્ક્યુ 🐍

 

સેવ એનિમલ ટીમ અને વન વિભાગની સંયુક્ત કામગીરીથી બે અજગરને સલામત રીતે બચાવવામાં આવ્યા

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં બે અલગ અલગ વિસ્તારોમાંથી અજગરનો સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ બનાવ ઝઘડિયા તાલુકાના નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક નોંધાયો હતો. અહીં આશરે સાતથી આઠ ફૂટ લાંબો અજગર દેખાતા સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટના અંગે તરત જ વન વિભાગ તથા સેવ એનિમલ ટીમને જાણ કરવામાં આવી હતી.જાણ થતાં જ સેવ એનિમલ ટીમના વિજય વસાવા અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. વન વિભાગના માર્ગદર્શન હેઠળ ભારે જહેમત બાદ અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો. બાદમાં અજગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.તે બાદ બીજો બનાવ કાકલપોર ગામે સામે આવ્યો હતો. ગામના એક મકાનના આગળના ભાગે અજગર દેખાતા ગ્રામજનોમાં હલચલ મચી ગઈ હતી. તાત્કાલિક માહિતી મળતા જ સેવ એનિમલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પુરતી સાવધાની સાથે અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો.બન્ને અજગરોને વન વિભાગના હવાલે કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા જણાવાયું હતું કે આ અજગરોને ખોરાક અને પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.સ્થાનિક લોકો દ્વારા સેવ એનિમલ ટીમ અને વિજય વસાવાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી રહી છે. પ્રાણીસુરક્ષા અને પ્રકૃતિ પ્રત્યેનો આ માનવતાપૂર્ણ અભિગમ પ્રશંસનીય ગણાયો છે. 🌿

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!