MORBI:મોરબી જિલ્લામાં કમોસમી વરસાદે વર્તાવ્યો કહેર, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

MORBI:મોરબી જિલ્લામાં કમોસમી વરસાદે વર્તાવ્યો કહેર, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
મોરબી શહેર અને જીલ્લામાં ગઈકાલે આફતના મંડાણ થયા હતા દિવસ દરમિયાન મેધરાજાની બેટિંગ જોવા મળી હતી જેના પગલે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા તો ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે ખેત પેદાશોમાં નુકશાની આવી છે.મોરબી જીલ્લામાં રાત્રીના ૮ થી સવારના ૮ વાગ્યાના સુધીમાં મોરબી ૯ એમએમ, માળિયા ૪ એમએમ, ટંકારા ૧૫ એમએમ એમએમ અને વાંકાનેર ૭ એમએમ વરસાદ નોંધાયો હતો તો હળવદ પંથકમાં પણ હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા આજે વહેલી સવારથી જીલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યો છે તો મોરબી જીલ્લામાં કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે શિયાળે વરસાદી આફતને પગલે ખેડતો મુશ્કેલીમાં મુકાયા છે જેમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોમાં ભારે નુકશાની આવી છે તો સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ પલળી ગયેલ મગફળી શું સરકાર ખરીદી કરશે ..? કે ખેડૂતોના માથે ઓઢીને રોવાનો વારો આવશે તે મોટો સવાલ છે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવી ખેડૂતો ને તાત્કાલિક સહાય મળે એવી ખેડુતોની માંગ










