

દિપક પટેલ-ખેરગામ
ઉનાઈ ખાતે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ ભાવભર્યા શબ્દોમાં જણાવ્યું કે — “જે ભગવાનને ભજે છે એનું ધ્યાન ભગવાન રાખે છે. પ્રભુ કહે છે કે મારા ભક્તને કોઈ દુભવે તો મને લાગે બાણ.”આજે કથામાં રૂપેશભાઈ ઠાકોરભાઈ ભક્ત પથરાડીયા અને કૌશિકભાઈ અમરતભાઈ પટેલ ના દૈનિક મનોરથ પદે નૃસિંહ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો હતો.પોથી પૂજનનો કાર્યક્રમ નરેશભાઈ રામાનંદી અને રાકેશભાઈ દુબે ના હસ્તે યોજાયો હતો.ઉનાઈ માતા મંદિરના પૂર્વ વહીવટદાર ઢીમ્મર સાહેબ નું સ્વાગત કથાના વ્યવસ્થાપક હરિશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.GJ દેશી ન્યુઝ અને વોઇસ ઓફ આદિવાસી ના એડિટર શૈલેશભાઈ પટેલ ના પરિવારે ત્રીજા દિવસનો ભાગવત યજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો. બુધવારે કથામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવશે.



