THARADVAV-THARAD

ભોરડું ગામનો ટોલ નાકું બન્યું લોકોના માટે ‘ત્રાસ નાકું’ બમણી અને ખુલ્લી લૂટ ચલાવે છે: વાહન ચાલક

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ ધાનેરા હાઇવે પર આવેલ ટોલ ટેક્ષના કર્મીઓ વાહન ચાલકો પાસેથી બળજબરી પૂર્વક ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની મિલી ભગત હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.

થરાદ ધાનેરા નેશનલ હાઇવે પર ભોરડું ગામની હદમાં ટોલ ટેક્ષ આવેલો છે, ત્યારે આ ટોલ ટેક્ષ પરથી પસાર થતાં ભારે વાહનોના ફાસ્ટ ટેક કપાતા હોવા છતાં ટોલ કર્મી વાહન ચાલકો સાથે દાદાગીરી કરી રોકડ પાનસો રુપિયા વસુલતા હોય છે જેથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકે જણાવ્યું હતું કે, અમારી ટ્રક પર ફાસ્ટ ટેક લગાવેલ છે ત્યારે ગાડી પસાર થતાની સાથેજ ટોલ ટેક્ષના નાણાં કપાઈ થઈ જાય છે પરંતુ આ ટોલ ટેક્ષ વાળા ટોલ ટેક્ષથી થોડે દૂર અમારી ટ્રકો થોભાવી 500 રુપિયા રોકડા લઇ લે છે અને જો આ બાબતે અમો કઈ કહેવા જઇએ તો ટોલ કર્મીઓ તેમજ સ્થાનિક માણસો આવી અમારી સાથે હુમલો કરવાના પ્રયત્નો કરે છે. જેથી અમો પરદેશી હોવાથી અમારી પાસે થી બમણી રકમ વસુલે છે

નેશનલ હાઇવે ઓથોરિટી ને થરાદ અધિકારીને પૂછતાં જણાવ્યું હતું કે, ટોલ ટેક્ષ વિભાગ મારી જવાબદારીમાં આવતું નથી ડિવિઝન ને જાણ કરીશ તેવું કહી ખો રમવાનો પ્રયત્ન કર્યો હતો

Back to top button
error: Content is protected !!