GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOMORBIMORBI CITY / TALUKO

GANDHINAGAR:ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ SEOC, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી

 

GANDHINAGAR:ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ SEOC, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી

 

 

વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લા કલેકટરશ્રી સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ જિલ્લા કલેકટરશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી સંભવિત જોખમને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરીને એલર્ટ રહેવું જિલ્લા-તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧ ઓક્ટોબર,૨૦૨૫ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિહ મહિડાએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લા કલેકટરશ્રી સહિતના વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં. આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિહ મહિડાએ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ ધરાવતા જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું તેમજ તંત્ર દ્વારા કરાયેલી તમામ આગોતરી તૈયારીઓની પણ તેમણે સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત રાજ્યમંત્રી શ્રી મહિડાએ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સૂચના આપી હતી. સાથે જ, રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડીપ્લોય કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટીમ ડીપ્લોય કરવા તેમણે સૂચન કર્યું હતું.

આ બેઠક પૂર્ણ થયા બાદ શ્રી સંજયસિંહ મહિડાએ SEOC ખાતે કાર્યરત કંટ્રોલરૂમની મુલાકત લઈને અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!