
કિરીટ પટેલ બાયડ
સસ્તા અનાજના દુકાનદારોની પડતર માગણીઓનું નિરાકરણ ના આવે ત્યાં સુધી ગુજરાતના તમામ ૧૭ હજાર દુકાનદારોએ પહેલી નવેમ્બર થી વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે ગુજરાત રાજ્યના દુકાનદારોના હિતનું રક્ષણ કરતાં બે સક્રિય સંગઠનો એ સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં સસ્તા અનાજ ની દુકાનદારોની માગણીઓ તેમજ તેમની પડતી મુશ્કેલીઓનું કોઈ જ નિરાકરણ ન લાવવાનું અને વારંવાર દુકાનદારો હેરાન થાય તેવા પરિપત્રો કરીને દુકાન દારો માનસિક રીતે હેરાન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હાલ ગુજરાતમાં સસ્તા અનાજના બે સક્રિય એસોસિએશન દુકાનદારોના હિત તેમજ અસ્તિત્વની લડાઈ માટે સંઘર્ષ કરી રહ્યા છે એસોસીએશનની વારંવાર ની રજૂઆતો છતાં દુકાનદારોની કોઈપણ સમસ્યાનો આજ સુધી નિરાકરણ આવી શક્યું નથી જેના લીધે સમગ્ર ગુજરાતના ૧૭ હજાર દુકાનદારો માગણીયો નાથ સ્વીકારાય તો પહેલી નવેમ્બરથી ચોક્કસ મુદતની હડતાલ પર જવાના છે
એસોસિએશનની માગણીઓની વાત કરવામાં આવે તો અપૂરતું કમિશન હાલ ગ્રાહકોના જે બે ફિંગર પ્રિન્ટ લેવામાં આવે છે તેની જગ્યાએ એક ફિંગર પ્રિન્ટથી બિલ બને નો સ્ટેપ ડિલિવરીથી જ્યારે જથ્થો દુકાન પર આવે ત્યારે તકેદારી સમિતિના ૮૦ % સભ્યોના ફિંગર પ્રિન્ટ લઈને વેરિફિકેશન કરવાનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે એનો સખત વિરોધ એસોસિએશન કરી રહ્યું છે જે તે વખતે સરકારે જે દુકાનદારનું 20,000 રૂપિયા કમિશન થતું નથી તેને ઉમેરો કરીને 20,000 કમિશન આપવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેમાં પણ 98% વિતરણ થાય તે જ દુકાનદારને 20,000 રૂપિયા કમિશન મળે એવા મનસ્વી અને ઉપજાવી કાઢેલા પરિપત્રો ના લીધે ઘણા દુકાનદારો 20,000 રૂપિયાના કમિશનથી વંચિત રહેવા પામે છે જેના લીધે સંચાલકો પોતાના કુટુંબનું ભરણપોષણ પણ કરી શકતા નથી આવી બધી ઘણી સમસ્યાઓને લઈને રાજ્યના બે એસોસિએશને જિલ્લા તેમજ તાલુકા લેવલે આવેદનપત્રો આપીને પહેલી નવેમ્બરથી વિતરણ નહીં કરવાનો નિર્ણય લીધો છે
બાયડ તાલુકા એપીએસ એસોસિએશને બાયડ મામલતદાર કચેરી ખાતે જઈને મોટી સંખ્યામાં ઓપન રહેલા દુકાનદારોની હાજરીમાં મામલતદારને ફાવેદનપત્ર આપ્યું હતું જેમાં બાયડ એફ.પી.એસ પ્રમુખ ભરતભાઈ ઉપ-પ્રમુખ સોમાભાઈ કોટવાલ તેમજ બાયડ તાલુકાના તમામ દુકાનદારો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી




