આણંદ શહેરમાં મુશળધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

આણંદ શહેરમાં મુશળધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
તાહિર મેમણ – આણંદ – આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છેઆણંદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. આણંદ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે.મુશળધાર વરસાદના કારણે આણંદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આણંદ શહેરની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય પંથકમાં વઘાસી, મોગર, બાકરોલ, કરમસદ અને ચિખોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના વિરામ બાદ આણંદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
આણંદ શહેરના અનેક રસ્તાઓ પર વરસાદને લઈ પાણી ભરાયા છે. વાહન ચાલકો પણ વરસાદી પાણીમાં વાહનો ચલાવવા મજબૂર બન્યા છે.આણંદ શહેરના 100 ફૂટ રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે સહીત ઘણી જગ્યા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. અમદાવાદ-બરોડા હાઇવે ઉપર પણ વરસાદ વરસી રહ્યો છે.





