BODELICHHOTA UDAIPUR
તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 3જેટલી અરજીઓનો સંતોષકારક નિકાલ કરતા કલેક્ટર ગાર્ગી જૈન

છોટાઉદેપુર ખાતે મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ગારગી જૈનના અધ્યક્ષસ્થાને “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રજાજનોની વિવિધ ૩ જેટલી અરજીઓ મળી આવી હતી, જેના સંતોષકારક નિકાલ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન તમામ અરજદારોની રજૂઆતો કલેક્ટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી જેથી અરજદારોના પ્રશ્નોનો ચકાસણીપૂર્વક નિકાલ થઈ શકેજિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં અરજદારોની સમસ્યાઓનું સંતોષકારક નિવારણ કરવા જણાવ્યું હતું કાર્યક્રમમાં તાલુકા સ્વાગત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




