GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લામાં વરસાદની સ્થિતિ ધ્યાને રાખી SDRF ની ૧ ટીમ સ્ટેન્ડ બાય રખાઈ

જૂનાગઢ જિલ્લામાં વરસાદની સ્થિતિ ધ્યાને રાખી SDRF ની ૧ ટીમ સ્ટેન્ડ બાય રખાઈ

જૂનાગઢ જિલ્લામાં વરસાદની સ્થિતિ ધ્યાને રાખી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ-SDRF ની એક ટુકડી સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.આશરે ૨૦ પોલીસ યુવાનો સાથેની આ એસડીઆરએફની ટીમ ગઈકાલ રાત્રે બોટ, લાઈફ જેકેટ, દોરડા, લાઈટ સહિતના રાહત બચાવના અદ્યતન સાધનો સાથે જૂનાગઢ ખાતે આવી પહોંચી હતી. હાલ જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આ ટુકડીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અહીંથી જિલ્લામાં પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ આ ટીમને રાહત બચાવની કામગીરી માટે મોકલવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસ જવાનોની ટીમ આપત્તિના સમયમાં રાહત બચાવની કામગીરી માટે વિશેષ તાલીમથી સજ્જ હોય છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!