GUJARATLUNAWADAMAHISAGAR

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓએ એકતાનો સંકલ્પ લીધો

*રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓએ એકતાનો સંકલ્પ લીધો*

રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા સેવા સદન, સાંભખડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી.

 

આ અવસરે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની આગેવાની હેઠળ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કરી દેશની એકતા, અખંડતા અને સુરક્ષાને જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સી વી લટા, નાયબ વન સંરક્ષક સુશ્રી નિશા રાજ તેમજ જિલ્લા સ્તરના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.

Back to top button
error: Content is protected !!