ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી : શિયાળા માં જામ્યો વરસાદી માહોલ, ખેડૂતોની હાલત કફોડી બની.!! તંત્ર એ શું કર્યું..?, સરકારી સહાય અને સર્વેમાં કેમ પાછળ જિલ્લો..?

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શિયાળા માં જામ્યો વરસાદી માહોલ, ખેડૂતોની હાલત કફોડી બની.!! તંત્ર એ શું કર્યું..?, સરકારી સહાય અને સર્વેમાં કેમ પાછળ જિલ્લો..?

 

અરવલ્લી જિલ્લાની હવે કફોડી હાલત બની હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે, ચોમાસામાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂતને રોવડાવ્યા છતાં ખેડૂત સામે કોઈએ ના જોયું તંત્ર એ પણ ના કશું વિચાર્યું કે ન તો સરકારી સહાય મળી કે ન તો ખેડૂત મુશ્કેલીમાંથી બહાર આવી શક્યો.બીજી તરફ અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત રૂપ બન્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહીને પગલી અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક તાલુકાની અંદર એક ઇંચ થી પણ વધુ વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતો પર મોટી આફત આવી પોહચી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ ભર ચોમાસા જેવો માહોલ ફરીથી જોવા મળી રહ્યો છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે. કમોસમી વરસાદે ખેડૂતને રોવડાવ્યો છે અને ખેતરમાં રહેલો સોયાબીન તેમજ મગફળી અને મકાઈ સહિતનો પાક પલળવાથી મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.પરંતુ આ બધી બાબતો વચ્ચે નવાઈની વાત તો એ છે કે તંત્ર એ શુભ નોંધ લીધી.જિલ્લામાં કમોસમી વરસાદ થી કેટલું નુકશાન થયું તેની ટકાવારીનો આંકડો સામે આવ્યો ખરો..? અરવલ્લી જીલ્લામાં ખેતીવાડી વિભાગ ધ્વારા સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી કે નહીં..? તેવા અનેક સવાલો ઊભા થયા છે. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં કુદરતી આપત્તિ જે કમોસમી વરસાદ તેમજ અવિરત વરસાદ વરસે છે જેના કારણે ખેતી પાકમાં કેટલુંય નુકશાન થાય છે છતાં ખેડૂત સુધી સહાય પહોંચતી પણ નથી અને સહાય મળતી પણ નથી તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર જે વરસાદ વરસી રહ્યો છે તેના ચોક્કસ આંકડાં સાચા ન મળતા હોવાના કારણે પણ જિલ્લો ક્યાંક સહાયથી બાકાત રહેતો હોય તેવુ પણ ખેડૂતો જણાવી રહ્યા છે.ખાસ કરીને જિલ્લા ની અંદર નબળું પડતું ખેતી વિભાગ ધ્યાન ન રાખતું હોય તેવો પણ ઘાટ છે

છેલ્લા બે દિવસથી જિલ્લાની અંદર કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ફરી એકવાર મેઘરજ તાલુકા સહિત મોડાસા શામળાજી ભિલોડા સહિત અનેક વિસ્તારોની અંદર સાંજના સમયથી જ વરસાદ વરસી રહ્યો છે અને જાણે કે ભાlર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય તેવું ઘાટ જોવા મળી રહ્યો હતો બીજી તરફ વરસાદ વરસતા વીજીબિલીટી ઘટતા વાહન ચાલકોએ પોતાના વાહનની હેડલાઈટ ચાલુ કરી વાહનો ચલાવવા માટે મજબુર બનવું પડ્યું હતું .સતત વધી રહેલા વરસાદના કારણે હાલ ખેડૂતો ઉપર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે ત્યારે આ બાબતે સરકાર ચોક્કસ ધ્યાન દોરી અને અરવલ્લી જિલ્લાને પણ અસરગ્રસ્ત જાહેર કરી નુકશાન પામનાર ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવું હાલ ખેડૂતો ઈછી રહ્યા છે અને આ બાબતે અરવલ્લી જિલ્લાનું ખેતીવાડી વિભાગ વિવિધ તાલુકામાં અસરગ્રસ્ત પામેલા ખેડૂતોને સર્વે ઝડપથી કરાવી સરકાર સુધી પહોંચડે જેના કારણે ખેડૂતોને સરકારી સહાયનો લાભ મળી શકે

Back to top button
error: Content is protected !!