BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ પોલીસ મુખ્યાલયમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી:SPએ અધિકારીઓ અને જવાનોને એકતાના શપથ લેવડાવ્યા

સમીર પટેલ, ભરૂચ

 

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લાના પોલીસ ભવન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોને ‘રાષ્ટ્રીય એકતા શપથ’ લેવડાવ્યા હતા. તેમણે રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉજવણીમાં જિલ્લા પોલીસ કચેરીના તમામ વિભાગોના અધિકારીઓ, સ્ટાફ અને મહિલા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!