BODELICHHOTA UDAIPUR
કવાંટ તાલુકાના જામ્બા ગામના હરસીંગભાઈ રાઠવાની પ્રેરણાથી રમેશભાઈ રાઠવાએ શરૂ કરી પ્રાકૃતિક ખેતી

તેમણે જણાવ્યું કે આ વર્ષે ડાંગર, મકાઈ, શાકભાજી, ટીડો, ચોળી, પાપડી, ભીંડા અને ટામેટાંની ખેતી કરી છે અને તે તમામ પાકોમાં સારું ઉત્પાદન મળ્યું છે. પ્રાકૃતિક રીતે ઉગાડેલા આ ખાદ્ય પદાર્થો આરોગ્ય માટે પણ લાભદાયક છે રમેશભાઈ જણાવે છે કે હવે તેમને બહારથી કશું લાવવાની જરૂર પડતી નથી. ગામમાં જ હરસીંગભાઈ રાઠવા (કમ્યુનિટી રિસોર્સ પર્સન) દ્વારા પ્રાકૃતિક દવાઓ અને જીવામૃત માટે જરૂરી સામગ્રી મળી રહે છે પ્રાકૃતિક ખેતીથી રમેશભાઈના જીવનમાં ઘણો ફેરફાર આવ્યો છે તેઓ સ્વસ્થ આહાર અપનાવી રહ્યા છે, ઘર માટે પૂરતું અનાજ મળે છે અને વધારાનું વેચીને આવક પણ થાય છે તેમના કહેવા મુજબ, પ્રાકૃતિક રીતે ઉગાડેલા ડાંગર, મકાઈ અને શાકભાજી ખાવાથી શરીર નિરોગી રહે છે. પ્રાકૃતિક ખેતી જમીન અને પર્યાવરણની પણ સુરક્ષા કરે છે. રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી






