GUJARATTHARADVAV-THARAD

*થરાદ-ધાનેરા હાઇવે પર ટ્રેક્ટર મોટર સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ-ધાનેરા હાઇવે પર ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટના થરાદ તાલુકાના કરબૂણ ગામના યુવાન સાથે બની હતી.

કરબૂણ ગામના યુવાનનું ઘટનાસ્થળે મોત, ટ્રેક્ટરનું ટાયર યુવાનના માથા પર ફરી વળ્યું

અકસ્માત એટલો ભયંકર હતો કે રોડ પર શરીરના અમુક અંગો તૂટેલા જોવા મળ્યા હતા.

મળતી માહિતી મુજબ, અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટરનું ટાયર યુવાનના માથા પર ફરી વળ્યું હતું, જેના કારણે તેણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.આ બનાવને પગલે હાઇવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને થરાદ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાન થરાદ તાલુકાના કરબૂણ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!