પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી ગોધરા અભયમ ટીમ

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા તાલુકાના નજીકના વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇન પર પરિણીતાનો કોલ આવતા જણાવેલ તેમના પતિની તબિયત સારી ન હોવાથી તેઓ કામકાજ માટે ઘરથી બહાર જાય છે ઘરે આવતા જતા મોડું થાય તો તેમના પતિ તેમના પર વહેમ સક કરી નશો કરીને ઝઘડો કરે છે તેમને સમજાવવા બાબત જાણ કરેલ
ગોધરા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરણીતા સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે તેમના લગ્નને અંદાજે 15 વર્ષ થયા છે તેમને સંતાનમાં એક દીકરો છે. તેમના પતિ છેલ્લા થોડા સમયથી બીમાર રહેતા હોય અને કામકાજ બાબતે બહાર જઈ શકે તેમ ન હતા જેના કારણે તેઓ જાતે જ બહાર કામકાજ માટે જતા હતા અને ઘરનું ગુજરાન ચલાવતા હતા છૂટક વાહનમાં તેઓ આવતા જતા હોવાથી તેમને ઘરે આવતા ક્યારેક મોડું થઈ જતું જેના કારણે તેમના પતિ તેમના પર વહેમ શક કરતા અને રોજ નશો કરીને ઘરે આવી તેમની સાથે ઝઘડો કરતા તેમજ અપશબ્દો બોલતા રોજ રોજના આવા ઝઘડાથી કંટાળી તેમને 181 મહિલા હેલ્પલાઇન પર જાણ કરેલ.
ગોધરા અભયમ ટીમ દ્વારા પરણીતાની આપવીતી સાંભળી તેમના પતિને અસરકારક કાઉન્સિલિંગ કરી સમજાવ્યા તેમજ કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું પતિ પત્ની બંને બહાર જઈને કામકાજ કરી શકે છે જો બંનેમાંથી કોઈ એક ની તબિયત સારી નહીં હોય તો બીજાને કામકાજ બાબતે બહાર જવું પડે અને છૂટક વાહનમાં ઘરે આવતા ક્યારેક મોડું થાય તો આ રીતે ઝઘડો ન કરાય તે વિશે સમજ આપતા તેમના પતિને તેમની ભૂલ સમજાય અને બાહેધરી આપી કે હવે પછી હું મારી પત્ની પર ખોટા વહેમસક નહીં કરું તેમજ તેની સાથે નશો કરીને ઝઘડો નહીં કરું તેમજ શાંતિપૂર્ણ વર્તન કરીશ તેની ખાતરી આપું છું. તેમ જણાવતા પરનીતા એ પણ તેમના પતિને સુધારવાનો એક મોકો આપ્યો . આમ ગોધરા અભયમ ટીમ દ્વારા પરણીતાના પતિ નું કાઉન્સિલિંગ કરી તેમને તેમની ભૂલનો અહેસાસ કરાવી પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવેલ.
ગોધરા અભયમ ટીમ દ્વારા તેમના પતિને અસરકારક કાઉન્સિલિંગ કરી કરી તેમને ભૂલ સમજાવવા બદલ પરણીતાએ 181 ભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ.






