ગોધરા ખાતે સતગુરુ સ્વામી લીલાશાહ મહારાજાની ૫૨ મી નિર્વાણ તિથિ શ્રદ્ધાપૂર્વક ઉજવાશે.

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા શહેરના દાહોદ રોડ ખાતે આવેલ સ્વામી લીલાશાહજી મહારાજની કુટિયા સિંધી સમાજ માટે આસ્થાનું બહુ મોટું કેન્દ્ર છે. સતગુરુ સ્વામી લીલાશાહ મહારાજની ૫૨ મી નિર્વાણ તિથિનું શ્રી સચખંડ ધામ ઉદાસીન આશ્રમ રિવાના મહંત સ્વામી કમલદાસ ઉદાસી ના સાનિધ્યમાં શુક્રવારે અને શનિવારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
તા.૩૧.૧૦.૨૫ ના રોજ હવન, મહાઆરતી તથા સાંજે ભજન સત્સંગ તથા તા.૧.૧૧.૨૦૨૫ ના રોજ ભજન સત્સંગ અને બપોરે ભંડારા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા ભક્તોને સ્વામી લીલાશાહ આશ્રમ કુટિયા દ્વારા નિમંત્રણ પાઠવેલ છે.
વિશ્વમાં જ્યારે જ્યારે કોઈ માનવ કઠિન પરિસ્થિતિઓમાં ભરાયું છે. ત્યારે ત્યારે તેઓના કલ્યાણ માંટે યુગ પુરૂષોએ પથ ચિન્હીત કરી તેઓનો કલ્યાણ કર્યો છે. સ્વામી લીલાશાહ મહારાજ એક મહાપુરુષ બની લોક કલ્યાણ માટે સતત કાર્યો કરેલ છે.
સ્વામી લીલાશાહ મહારાજે પોતાના વરદ હસ્તે ગોધરામાં કુટિયાની સ્થાપના કરેલ. લીલાશાહ મહારાજ જ્યારે પણ ગોધરા ખાતે આવતાં હતા ત્યારે , તેઓ દ્વારા બનાવવામાં આવેલ ગુફામાં જઈને અનંત તપાસ્યામાં બેસતા હતા અને ધ્યાન કરતા હતા.આજે પણ લોકો કુટિયામાં આવેલી તે ગુફામાં જઈને ધ્યાન કરી લીલાશાહ મહારાજ ની આરાધના કરી તેમની કૃપા મેળવી રહ્યા છે.
ગોધરા ખાતે આવેલ લીલાશાહ કુટિયામાં નિત્યકમે આરતી અને ભજન થતા હોય છે . આ ઉપરાંત કારતક માસમાં કુટીયા નું મહત્વ અનેરૂ હોય છે..






