રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રિદિવસીય બેઠકનો પ્રારંભ
…
સર સંઘચાલકજી સહિત દેશભરમાંથી ૪૦૦થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત
…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રિ દિવસીય બેઠકનો આજે, ૩૦ ઓક્ટોબરના રોજ જબલપુરના કચનાર શહેરમાં પ્રારંભ થયો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદરણીય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત અને સરકાર્યવાહ માનનીય દત્તાત્રેય હોસબલે દ્વારા ભારત માતાની પ્રતિમાને ફૂલો અર્પણ કરીને આ બેઠક શરૂ કરવામાં આવી. આ બેઠકમાં કુલ ૪૦૭ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે.
જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છ (૬) સહ સરકાર્યવાહ: ડૉ. કૃષ્ણ ગોપાલજી, શ્રી મુકુન્દજી, શ્રી અરુણ કુમારજી, શ્રી રામદત્તજી ચક્રધર, શ્રી આલોક કુમારજી અને શ્રી અતુલજી લિમયે તેમજ અખિલ ભારતીય કાર્યકારિણીના, સંઘચાલક, કાર્યવાહ, પ્રચારક અને તમામ ૧૧ પ્રદેશો અને ૪૬ પ્રાંતના આમંત્રિત કાર્યકર્તાઓ ઉપસ્થિત છે.
આ બેઠકની શરૂઆતમાં, રાષ્ટ્રીય સેવિકા સમિતિના ભૂતપૂર્વ મુખ્ય સંચાલિતા પ્રમિલા તાઈ મેઢે, વરિષ્ઠ પ્રચારક મધુભાઈ કુલકર્ણી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુજી સોરેન, દિલ્હીના વરિષ્ઠ રાજકારણી વિજયજી મલ્હોત્રા, વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી કસ્તુરીરંગન, ભૂતપૂર્વ રાજ્યપાલ એલ. ગણેશનજી, ગીતકાર પીયૂષજી પાંડે, ફિલ્મ અભિનેતા સતીશજી શાહ, પંકજ ધીર, હાસ્ય કલાકાર અસરાની, પ્રખ્યાત આસામી સંગીતકાર ઝુબિન ગર્ગજી, તેમજ પહેલગામ હિન્દુ પ્રવાસીઓ, એર ઇન્ડિયા ક્રેશ અને હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ અને દેશના અન્ય ભાગોમાં કુદરતી આફતોમાં દિવંગત લોકો સહિત હાલમાં અવસાન પામેલા સામાજિક આગેવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
દેશના વિવિધ ભાગોમાં કુદરતી આફતો દરમિયાન સમુદાયના સહયોગથી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલા સેવા કાર્ય વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
શ્રી ગુરુ તેગ બહાદુરજીના ૩૫૦મા શહીદ દિવસ, બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ અને ‘વંદે માતરમ’ ની રચનાની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી માટે આ બેઠકમાં નિવેદનો જારી કરવામાં આવશે અને કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં શતાબ્દી વર્ષ દરમિયાન યોજાનારા ઘર સંપર્ક, હિન્દુ પરિષદો, સંવાદિતા સભાઓ અને મુખ્ય જાહેર પરિસંવાદની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વિજયાદશમી ઉજવણીની પણ સમીક્ષા કરવામાં આવશે અને વર્તમાન પરિસ્થિતિની પણ ચર્ચા કરવામાં આવશે.
Editor,
Vishva Samvad Kendra – Saurashtra
First Floor,
Ramkrushna Appartment,
Manhar Plot St No 19
Opp. Rashtriya Shala , Nevil Network
Rajkot 360001 (Gujarat)
રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
b.sc.,ll.b.,d.n.y.(GAU)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
«
Prev
1
/
78
Next
»
મોરબી: કુદરત રૂઠી છે અને મંત્રીઓ ખેડૂત ની મજાક ઉડાવી રહ્યા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા
ગિરનાર લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ વરસાદની સ્થિતિને ધ્યાન રાખી પ્રવાસનું આયોજન કરે : કલેકટર