વલસાડ તાલુકા પંચાયત કચેરી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો, ૮ જૂથને રૂ. ૪૮ લાખની લોન અપાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ તાલુકા પંચાયત કચેરી ખાતે એન.આર.એલ.એમ. યોજના (નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મીનાબેન એસ ઠાકોર, જિલ્લા સંગઠન મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અંકિત ઠાકોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માઈક્રો ફાઈનાન્સ વિભાગના જિલ્લા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરશ્રી રોહન શાહ, તાલુકા મેનેજર હર્ષદ દેસાઈ, બેંક મેનેજરશ્રી, એન.આર.એલ.એમ.ના કર્મચારીગણ અને મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમ દરમિયાન કુલ ૮ જૂથોને રૂ. ૪૮ લાખ કેશ ક્રેડિટ લોન અને સારી કામગીરી કરતા બેંક મેનેજરશ્રી, બેંક સખી અને બીસી સખીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ, આ દ્વિતીય કેશ ક્રેડિટ કેમ્પ દરમિયાન વલસાડ તાલુકામાં કુલ ૧૨૬ જૂથોને રૂ.૨.૪૫ કરોડની રકમ ચુકવી આત્મનિર્ભર બનાવવા માટે સક્ષમ બનાવવામાં આવી હતી.




