GUJARATVALSADVALSAD CITY / TALUKO
વલસાડ આરટીઓ કચેરીમાં તા. ૧ નવેમ્બરના રોજ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા તમામ મોટરીંગ પબ્લિકને અખબારી યાદી દ્વારા જાણ કરવામાં આવે છે કે, કચેરીના ટુ વ્હીલર અને ફોર વ્હીલર ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ કરવાનું હોવાથી તા. ૦૧/૧૧/૨૦૨૫ને શનિવારના રોજ ટેસ્ટ ટ્રેક બંધ રાખવામાં આવ્યા છે. તા. ૦૩/૧૧/૨૦૨૫ને સોમવારના રોજથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક રાબેતા મુજબ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન એપોઈમેન્ટ ધરાવતા અરજદારોની એપોઈન્ટમેન્ટ આરટીઓ કચેરી દ્વારા રીશીડ્યુલ કરી આપવામાં આવશે. જેની તમામ મોટરીંગ પબ્લિકને નોંધ લેવા જણાવાયુ છે.




