જામનગરમાં સર્વજ્ઞાતિય સમુહલગ્ન યોજાશે સહયોગની અપીલ

જામનગરના શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાનાં લાભાર્થે સામાજીક સેવા યજ્ઞમાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે
જામનગરનાં હાપામાં તુલસી વિવાહ તથા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારંભ
શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા જાંબુડા ગામે કાર્યરત ગૌશાળાનાં લાભાર્થે કારતક પૂર્ણિમા પર તા.૫/૧૧/૨૦૨૫ નાં દ્વારકેશ મેરેજ હોલ એન્ડ પાર્ટી પ્લોટ, યોગેશ્વરધામ સોસાયટી, મહાદેવ મંદિર પાસે, હાપા રેલ્વે સ્ટેશન રોડ (હાપા) માં તુલસી વિવાહ તથા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અંતર્ગત ૧૦ દિકરીનાં વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે.
સહયોગી સંસ્થા ગુજરાત બ્રહ્મસમાજનાં પ્રમુખ મનોજભાઈ જોષી (એડવોકેટ) તથા સાંઈકૃપા સખી મંડળ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ સરોજબેન તરફથી સહયોગસાંપડ્યો છે તેમજ સમૂહ લગ્ન તથા તુલસી વિવાહનાં મુખ્ય દાતા તથા કન્યાદાનનાં યજમાન તરીકે ગંભીરસિંહ દિલીપસિંહ સોઢા, નેહલબા ગંભીરસિંહ સોઢા તથા વંશરાજ ગંભીરસિંહ સોઢા તરફથી સેવા પ્રાપ્ત થઈ છે. તુલસીજીનાં કન્યાદાનનાં માતા પિતા તરીકે ભરતભાઈ નંદા પરીવાર પુણ્યલાભ પ્રાપ્ત કરશે. –
આ તકે સાંસદ પૂનમબેન માડમ, પૂર્વમંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા જામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
મહોત્સવનાં આગલા દિને તા. ૪/૧૧ /૨૦૨૫ નાં સાંજે ૫ કલાકે મંડપ મુહૂત, રાત્રે ૯ કલાકે દાંડીયા રાસ યોજાશે. તથા રાત્રે ખ્યાતનામ કલાકારો દ્વારા શ્રી કૃષ્ણનાં લગ્ન ગીત પણ પ્રસ્તુત કરવામાં આવશે.
તેમજ તા. ૫/૧૧ /૨૦૨૫ નાં સવારે ૮ કલાકે જાન આગમન, સવારે ૧૦ કલાકે લગ્ન વિધી તથા બપોરે ૧૨ કલાકે ભોજન સમારંભ યોજાશે.
ગૌશાળાનાં લાભાર્થે આયોજીત સામાજીક સેવા યજ્ઞમાં આર્થિક સહયોગ કરવા દાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટનાં પ્રમુખ ચંદુભાઈ એન. રાજ્યગુરુ મો. (૯૭૧૨૫ ૭૪૭૭૨) નેો સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.
 
				



