ARAVALLIGUJARATMODASA

મોડાસા ટાઉન પોલીસે વિદેશીદારૂ ક્વાટર્સ નંગ.432 તથા બિયર ટીન નંગ-496 મળી કુલ કીમત.રૂ.1,32,480/-ના પ્રોહિ મુદ્દામાલ સાથે 1 ને દબોચ્યો 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મોડાસા ટાઉન પોલીસે વિદેશીદારૂ ક્વાટર્સ નંગ.432 તથા બિયર ટીન નંગ-496 મળી કુલ કીમત.રૂ.1,32,480/-ના પ્રોહિ મુદ્દામાલ સાથે 1 ને દબોચ્યો

અરવલ્લી જીલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇકો ગાડી નંબર નંબર.GJ.23.M.4512ની અંદરથી વિદેશીદારૂ ક્વાટર્સ નંગ.૪૩૨ તથા બિયર ટીન નંગ-૪૯૬ મળી કુલ કીમત.રૂ.૧,૩૨,૪૮૦/-ના પ્રોહિ મુદ્દામાલ તથા ઇકો ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૮૩,૪૮૦/-મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી મોડાસા ટાઉન પોલીસ

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.વાળા નાઓને મોડાસા ટાઉન વિસ્તારમાં ચોરીછુપીથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે એ.એચ.રાઠોડ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા ડી-સ્ટાફના કર્મચારીઓ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ડી સ્ટાફના અ.પો.કો. અક્ષેન્દ્રસિંહ જયદીપસિંહ બ.ન.૭૩૧નાઓને અંગત બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે, એક સફેદ કલરની ઇકો ગાડી જેનો નંબર.GJ.23.M.4512માં એક ચાલક તેમાં વિદેશી દારૂ તથા બિયર ટીન ભરી અમદાવાદ બાજુ જનાર છે તે રીતેની માહીતી આધારે આજરોજ અમો નજીકના બે પંચોના માણસો સાથે બાજકોટ છાપરા ગામ પાસે આવેલ ગરનાળા પાસે નાકાબંધીમાં રોડ ઉપર બાતમીવાળી ગાડીની વોચ તપાસમાં હતા તે દરમ્યાન ઉપરોકત હકિકત વાળી સફેદ કલરની ઇકકો ગાડી જેનો નંબર.GJ.23.M.4512ની આવતા ખાનગી વાહનોની આડાશ કરી ગાડી ઉભી રખાવી ગાડીના ચાલકનુ નામ પુછતા શૈલેશભાઇ કાળુભાઇ બજાણીયા રહે.કેડીલા બ્રીજની નિચે, વટવા જી.આઇ.ડી.ની બાજૂમાં કાચા છાપરા, અમદાવાદ, તા.જી.અમદાવાદનો હોવાનુ જણાવેલ અને સદરી આરોપીની અંગઝડતી દરમ્યાન એક મોબાઇલ ફોન જેની કિ.રૂ ૧૦૦૦/- મળી આવેલ તથા સુંદર ઇકકો ગાડી જેનો નંબર.GJ.23.M.4512ની અંદરના ભાગે તપાસ કરતા કીંગ ફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયર પતરાના ૫૦૦ મી.લી.ના શીલબંધ નંગ-૪૯૬ તથા વાઇટ લેસ વોડકા ૧૮૦ મી.લી.ની કંપની શીલબંધ ક્વોટર્સ નંગ-૪૩૨ છુટી ભરેલ હતી. જેની કુલ કીમત.રૂ.૧,૩૨,૪૮૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા ઇકો ગાડી જેનો નંબર.GJ.23.M.4512 જેની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૨.૮૩,૪૮૦/- મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તા.૩૦/૧૦/૨૦૨૫

પકડાયેલ આરોપી

> શૈલેશભાઇ કાળુભાઇ બજાણીયા ઉ.વ.૩૯ રહે. કેડીલા બ્રીજની નીચે, વટવા જી.આઇ.ડી.ની બાજૂમાં કાચા છાપરા, અમદાવાદ, તા.જી.અમદાવાદ

વોન્ટેડ આરોપી : સંજયભાઇ રહે.અમદાવાદ જેનુ પુરૂ નામ સરનામું મળી આવેલ નથી

Back to top button
error: Content is protected !!