GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માહે ઓકટોબરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરશ્રીએ વિવિધ વિભાગના પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમ દરમિયાન પેશકદમી, ભરતી બાબતના પ્રશ્નો, ગૌચરની જમીનના પ્રશ્નો, પ્લોટમાંથી દબાણો દૂર કરાવવા, જમીનનો કબજો ખાલી કરાવવા બાબત, સિંચાઇ યોજનાનું કામ શરૂ કરાવવા અંગે, નવા રસ્તા બનાવવા અંગે, જમીન માપણી, ગેરકાયદેસર દબાણો દૂર કરાવવા, ગંદા પાણીનો નિકાલ, સાફ સફાઈ કરાવવી, વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ કરાવવો, રોડ ખુલ્લા કરાવવા, ગામતળની જમીન, ખાતાકીય તપાસ, નાણાંપંચની ગ્રાન્ટ, ભૂગર્ભ ગટર બનાવવી, પાણીના બોર કરાવવા વગેરે અલગ અલગ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેને કલેકટરશ્રીએ સાંભળ્યા હતા અને સંબંધિત અધિકારીઓને તેનું નિરાકરણ લાવવા માટે જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, સંલગ્ન વિભાગોના અધિકારીગણ, કર્મચારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!