GUJARATMAHISAGARVIRPUR

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં માઈનોર બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને રૂટ ડાયવર્ઝન કરાયો

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં માઈનોર બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને રૂટ ડાયવર્ઝન કરાયો

રિપોર્ટર…. અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, સી. વી. લટા (જી.એ.એસ.) દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ -૩૩(૧)(ખ) હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું વિરપુર તાલુકાના સાઠંબા – ખરોડ – પાંસરોડા – લીંબરવાડા – વિરપુર રોડ (કિ.મી. ૦/૦ થી ૧૫/૪૦૦) પરના એક માઈનોર બ્રિજ (ચે.પ/૫૦૦ થી ૫/૬૦૦) પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકે છે. કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા જરૂરી ટેસ્ટીંગ અને ચકાસણી બાદ આ બ્રિજને ‘Poor’ કેટેગરીનો જાહેર કરવામાં આવ્યો છે. આથી, કન્સલટન્ટ દ્વારા આ બ્રિજને ભારે વાહનો (Heavy Axel Load) માટે બંધ કરવાની ભલામણ કરવામાં આવેલ છે. આ નિર્ણય કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેરહીતમાં તાત્કાલિક અસરથી લેવામાં આવ્યો છે.

જાહેરનામા અનુસાર, સાઠંબા – ખરોડ – પાંસરોડા – લીંબરવાડા – વિરપુર રોડ (કી.મી. ૦/૦ થી ૧૫/૪૦૦) પરના માઈનોર બ્રિજ પરથી તમામ પ્રકારના ભારે વાહનો (Heavy Axel Load)ની અવરજવર માટે અત્રેથી બીજો હુકમ ન થાય ત્યાં સુધી મનાઈ ફરમાવવામાં આવે છે. ભારે વાહનોના ટ્રાફીકને ડાયવર્ટ કરવા વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. માલવાહક વાહનોએ હવે સાઠંબા – ખરોડ- રણજીતપુરા – ચોરસા – વઘાસ – વિરપુર રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ -૧૩૧ તથા કલમ-૧૩૫ તથા ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ની કલમ – ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

Back to top button
error: Content is protected !!