સંતરામપુર નગર ખાતે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી, જનજાતિ સેવા પ્રકલ્પ દ્વારા ” ગ્રામોદય થી રાષ્ટ્રોદય ” વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું

સંતરામપુર નગર ખાતે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી, જનજાતિ સેવા પ્રકલ્પ દ્વારા ” ગ્રામોદય થી રાષ્ટ્રોદય ” વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
સંતરામપુર નગર પાલિકા ના ટાઉન હોલ ખાતે યોજાયેલ ગ્રામોદય થી રાષ્ટ્રોદય ” ના આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિવેકાનંદ કેન્દ્રના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ પદ્મ શ્રી નિવેદિતા દીદી તેમજ વિવેકાનંદ કેન્દ્રના પ્રાંત તેમજ વિભાગના અધિકારી ડૉ.કમલેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.
દીદીએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું ” કેભારતે માનવજાતિના કલ્યાણ માટે કાર્ય કરવાનું છે અને એ જ ભારતનું ધ્યેય છે. આ માત્ર ભૌતિક વિકાસ થી નહિ થાય તેના માટે આધ્યાત્મિક વિકાસ પણ આવશ્યક છે અને આ નવું ભારત ગામડામાંથી નીકળશે, પર્વતોમાંથી નીકળશે, દુકાનોમાંથી નીકળશે. રાષ્ટ્ર માટે ચિંતાની સાથે સાથે કાર્ય કરવાનું છે માત્ર રાષ્ટ્રની ચિંતા થાય અને કાર્ય ન કરીએ તો એ રાષ્ટ્રદ્રોહ છે.”
આ ઉપરાંત કાર્યક્રમમાં સંતરામપુર તેમજ અન્ય સ્થાનોથી મોટી સંખ્યામાં અતિથિઓ, જાણીતા તબીબો, અગ્રણીઓ વિવેકાનંદ કેન્દ્રના અધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ માં વિવેકાનંદ કેન્દ્ર દ્વારા જનજાતિ ક્ષેત્રમાં ચાલતા આનંદાલયની વિસ્તૃત માહિતી તેમજ ભવિષ્યની યોજનાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.


