ARAVALLIGUJARATMODASA

શામળાજી ખાતે ભવ્ય તુલસી વિવાહ યોજાયો,હજારો ભક્તો એ ભગવાન વિષ્ણુ અને તુલસીજી ના વિવાહના દિવ્ય દર્શન કર્યા

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

શામળાજી ખાતે ભવ્ય તુલસી વિવાહ યોજાયો,હજારો ભક્તો એ ભગવાન વિષ્ણુ અને તુલસીજી ના વિવાહના દિવ્ય દર્શન કર્યા

યાત્રાધામ શામળાજી ખાતે આજે તુલસી વિવાહ મનોરથ ભારે ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવાયો હજારો ભક્તો એ ભગવાન વિષ્ણુ અને તુલસીજી ના વિવાહના દિવ્ય દર્શન કર્યા

કારતક સુદ એકાદશી એટલે દેવ ઉઠી અગિયારશ આજે ભગવાન વિષ્ણુ શયન માંથી જાગૃત થયા છે અને આજ દિવસે તુલસીજી ના લગ્ન ભગવાન નારાયણ સાથે થયા છે ત્યારથી દર કારતક સુદ અગિયારશ ના દિવસે તુલસી વિવાહ મનોરથ ઉજવાય છે ત્યારે આજે યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત તુલસી વિવાહ મનોરથ ની ઉજવણી કરાઈ જેમાં ભગવાન વિષ્ણુ ના સ્વરૂપ ને સુંદર શણગારેલી બગી માં બિરાજમાન કરી વજેતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો જેમાં બેન્ડ વાજા સાથે વર પક્ષ કન્યા પક્ષ અને મામેરિયા તથા ભક્તો મોટી સંખ્યામાં વરઘોડા માં જોડાયા અને નાચતા કુદતા મંદિર પહોંચ્યા આજે શામળાજી મંદિર ને પણ સુંદર મજાનો શણગાર કરાયો છે રંગબેરંગી રોશની અને મંદિર પરિસર માં ભગવાન ના લગ્ન વિધિ માટે ખાસ ચોરી શણગારવમાં આવી છે જ્યાં ઠાકોરજી ને વિધિસર પોખવા માં આવ્યાં અને કન્યા પક્ષ દ્વારા શામળિયા ને લગ્ન ચોરી માં બિરાજમાન કરવામાં આવ્યા ચારે વેદ ના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સહિત ભગવાન ના તુલજી સાથે લગ્ન કરાયા ખાસ આજના આ મનોરથ માં 1008 અખિલેશ દાસજી મહંત ની પ્રેરક ઉપસ્થિતિ અને આશીર્વાદ રહ્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આખા ઉત્સવ માટે સંપૂર્ણ તૈયારી કરાઈ હતી ભક્તો ને દર્શન માટે તકલીફ ન પડે એ માટે અલાયદુ આયોજન કરાયું હતું આમ ભારે શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક યયાત્રાધામ શામળાજી માં તુલસી વિવાહ મનોરથ સંપન્ન થયો

 

Back to top button
error: Content is protected !!