WAKANER:વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજના ચોથા ભવ્યાતિભવ્ય સમૂહલગ્ન યોજાશે, ફોર્મ સ્વીકારવાની તૈયારી શરૂ.

WAKANER:વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજના ચોથા ભવ્યાતિભવ્ય સમૂહલગ્ન યોજાશે, ફોર્મ સ્વીકારવાની તૈયારી શરૂ.
દર વર્ષની જેમ વાંકાનેરમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ સમિતી દ્વારા સમસ્ત કોળી સમાજના ચોથા ભવ્યાતિભવ્ય સમૂહલગ્નનું આયોજન સંવત ૨૦૮૨,પોસ વદ – ૧૩ને તારીખ ૧૬/૦૧/૨૦૨૬ શુક્રવારના રોજ સમસ્ત કોળી સમાજની એકતાનું પ્રતિક માંધાતા ધામ, શ્રી કોળી સમાજ વાડી, ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિર, જાલી બસ સ્ટેન્ડ પાસે, થાન રોડ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે.
આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા ઈચ્છતા વરપક્ષ તથા કન્યાપક્ષનાં વાલીઓએ તારીખ ૧૬/૧૨/૨૦૨૫ સુધીમાં ફોર્મ મેળવી માહિતી ભરી સમૂહલગ્ન સ્થળની ઓફિસે દર રવિવારના દિવસે ફોર્મ જમાં કરાવવાના રહેશે.
ફોર્મ મેળવવા માટે અને જોડાવવા માટે નીચે આપેલ નંબરનો સંપર્ક કરવો.સંપર્ક મોબાઈલ નંબર : ૭૨૦૧૮૬૩૭૭૬










